Ney Year 2024:  વર્ષ 2023 હવે સમાપ્ત થવામાં છે. ન્યુઝીલેન્ડમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ભારત અને અન્ય દેશોમાં આજે રાત્રે 12 પછી નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે. આ પહેલા, દરેક વ્યક્તિ નવા વર્ષને આવકારવા માટે આ 2023 વર્ષની સારી યાદોને યાદ કરવા અને ખરાબ યાદોને ભૂલી જવા માટે ઉત્સુક છે. નવા વર્ષને આવકારવા દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે. ઓકલેન્ડમાં સૌથી પહેલા નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ નવા વર્ષની શરૂઆત ફટાકડા ફોડીને કરી હતી. 






ન્યુઝીલેન્ડમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ઓકલેન્ડમાં સૌથી પહેલા નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ નવા વર્ષની શરૂઆત ફટાકડા ફોડીને કરી હતી. ઓકલેન્ડમાં ભવ્ય આતશબાજી કરીને નવા વર્ષ 2024ને આવકારવામાં આવ્યું છે. આજે રાત્રે 12 વાગ્યા પછી ભારત અને વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે. 


સ્કાય ટાવર ખાતે ફટાકડા ફોડીને નવા વર્ષનું સ્વાગત કર્યું   


ન્યુઝીલેન્ડના લોકો 2024માં નવા વર્ષની ઉજવણી કરનારા પ્રથમ દેશવાસીઓ બન્યા છે. ઓકલેન્ડના રહેવાસીઓએ ન્યુઝીલેન્ડની સૌથી ઊંચી ઇમારત સ્કાય ટાવર ખાતે ફટાકડા ફોડીને નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


વિશ્વના કેટલાક ભાગોમાં નવા વર્ષની શરૂઆત


ભારતમાં નવા વર્ષની શરૂઆત થવામાં હજુ ગણતરીના કલાકો બાકી છે, પરંતુ વિશ્વના કેટલાક ભાગોમાં નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. ભારતમાં પણ લોકો નવા વર્ષને આવકારવા માટે તૈયાર છે. મુંબઈ, દિલ્હી, બેંગ્લુરુ, હૈદરાબાદ, અમદાવાદ સહિત દેશના મોટા શહેરોમાં યુવાધન નવા વર્ષ 2024ને આવકારવા માટે તૈયારી છે. ભારતમાં રાત્રે 12  વાગ્યે નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે.   


લોકોમાં અનેરો ઉત્સાહ


થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે લોકો મોટી સંખ્યામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા ઘરેથી બહાર નિકળશે. મુંબઈ, દિલ્હી જેવા મોટા શહેરોમાં યુવાનો નવા વર્ષને આવકારશે. ભારતમાં નવા વર્ષની શરૂઆત થવામાં હજુ ગણતરીના કલાકો બાકી છે.        


 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial