Donald Trump: ન્યૂયોર્કની એપેલેટ કોર્ટે મંગળવારે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અરજી ફગાવી દીધી હતી. ટ્રમ્પે એપેલેટ કોર્ટને પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે પૈસા ચૂકવવાના મામલામાં તેમની સજા પર રોક લગાવવા વિનંતી કરી હતી. આ કેસમાં ટ્રમ્પને દોષિત ઠેરવવામાં આવ્યા છે.






ટ્રાયલ કોર્ટના નિર્ણયને રોકવાનો ટ્રમ્પનો આ છેલ્લો પ્રયાસ હતો. સ્ટેટ એપેલેટ કોર્ટમાંથી રાહત ન મળ્યા બાદ ટ્રમ્પને હવે પદના શપથ લેવાના 10 દિવસ પહેલા એટલે કે 10 જાન્યુઆરીએ સજા સંભળાવવામાં આવશે, જોકે ટ્રાયલ જજે સંકેત આપ્યા છે કે ટ્રમ્પને જેલની સજા નહીં થાય.


ટ્રમ્પ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદ સંભાળવાના છે. આ પહેલા સોમવારે મેનહટન કોર્ટના જજ મર્ચને નિર્ણય મોકૂફ રાખવાની ટ્રમ્પની વિનંતીને ફગાવી દીધી હતી. આ અઠવાડિયે જે કેસમાં ચુકાદો આવવાનો છે તે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ચૂપ રહેવાની ગેરકાયદેસર ચુકવણી સાથે સંબંધિત છે. ટ્રમ્પે 2016ની ચૂંટણી દરમિયાન પોતાના સંબંધો વિશે કંઈ ન કહેવાના બદલામાં પૈસા આપ્યા હતા. તપાસમાં આ વાત સાબિત થઈ છે.


ટ્રમ્પ સંબંધિત અહેવાલો જાહેર કરવા પર પ્રતિબંધ


એપી અનુસાર, મંગળવારે એક ફેડરલ ન્યાયાધીશે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંકળાયેલા વિશેષ વકીલ જેક સ્મિથના રિપોર્ટને જાહેર કરવા પર અસ્થાયી રીતે રોક લગાવી દીધી હતી. સોમવારે રાત્રે બચાવ પક્ષના વકીલોએ એક રિપોર્ટને પક્ષપાતી ગણાવીને તેનું પ્રકાશન રોકવાની વિનંતી કરી હતી. બે ભાગના રિપોર્ટમાં ટ્રમ્પ દ્વારા પોતાના માર-એ-લાગો એસ્ટેટમાં ગોપનીય દસ્તાવેજોના દુરુપયોગ અને 6 જાન્યુઆરી, 2021ના રોજ કેપિટલ હિલ્સમાં થયેલા તોફાનો સાથે સંબંધિત છે.


અમેરિકી સંસદે ટ્રમ્પની જીતની પુષ્ટી કરી છે


અમેરિકી સંસદે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની જીતની ઔપચારિક પુષ્ટી કરી છે. ગયા વર્ષે નવેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં ટ્રમ્પે ડેમોક્રેટિક ઉમેદવાર ઉપપ્રમુખ કમલા હેરિસને હરાવ્યા હતા. સોમવારે સંસદે ટ્રમ્પની જીતની પુષ્ટી કરી હતી.


50 રાજ્યો અને કોલંબિયા ડિસ્ટ્રિક્ટમાં ચૂંટણીના પરિણામોને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટની સંક્ષિપ્ત અને ઔપચારિક બેઠક દરમિયાન બહાલી આપવામાં આવી હતી. આ બેઠકની અધ્યક્ષતા ઉપાધ્યક્ષ કમલા હેરિસ દ્વારા કરવામાં આવી હતી, જેઓ સેનેટ પ્રમુખ તરીકે તેમની ભૂમિકામાં સેવા આપી રહ્યા હતા.


અમેરિકામાં એક વિચિત્ર બીમારીની એન્ટ્રી, લોકો 'રેબિટ ફીવર' વાયરસથી થઇ રહ્યાં છે સંક્રમિત, જાણો