વેલિંગટનઃ દક્ષિણ પ્રશાંતમાં સ્થિત ન્યૂઝીલેન્ડ હવે કોરોના વાયરસથી મુક્ત થઇ ગયુ છે. અહીં હવે એકપણ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત નથી. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્નને સોમવારે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે અંતિમ કોરોના દર્દી સાજો થયા બાદ દેશમાં કોરોનાના પ્રસારને રોકી દેવામાં આવ્યો છે.
ન્યૂઝીલેન્ડમાં કોરોના સંક્રમણનો છેલ્લો કેસ 17 દિવસ પહેલા આવ્યો હતો, અને ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયા બાદ હવે સોમવાર એવો દિવસ બની ગયો, જ્યારે દેશમાં એકપણ કોરોના સંક્રમિત વ્યક્તિની સારવાર ચાલી રહી નથી. જેસિન્ડા અર્ડર્નને એક સંવાદદાતા સંમેલનમાં જણાવ્યુ કે ન્યૂઝીલેન્ડે છેલ્લા 17 દિવસોમાં 40000 લોકોની તપાસ કરી છે, અને છેલ્લા 12 દિવસમાં કોઇ હૉસ્પીટલમાં પણ નથી. મંત્રીમંડળે મધ્યરાત્રીથી દેશને ખોલવાના બીજા તબક્કાને લઇને મંજૂરી આપી દીધી છે.
જેસિન્ડા અર્ડર્નએ કહ્યું કે નિશ્ચિત રીતે ફરીથી કેસો સામે આવશે પણ આ નિષ્ફળતાની નિશાની નથી. આ એક વાયરસની વાસ્તવિકતા છે પણ અમારે પુરી તૈયારીઓ રાખવાની છે.
વિશેષણોનુ કહેવુ છે કે 50 લાખની વસ્તી વાળા ન્યૂઝીલેન્ડમાં કોરોના સંક્રમણને ખતમ કરવા માટે દેશમાં સખ્તાઇથી લૉકડાઉનને લાગુ કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્નને ઝડપથી યોગ્ય પગલા લઇને દેશમાં સંક્રમણની શરૂઆતમાં જ લૉકડાઉન કરી દીધુ. કડક નિયમો લાગુ કરીને દેશની તમામ સરહદો પણ બંધ કરી દીધી હતી.
નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસે માત્ર 1500 લોકોને જ પોતાની ઝપેટમાં લીધા હતા. આમાંથી 22 લોકોના મોત થઇ ગયા હતા અને બાકીના ઠીક થઇને ઘરે પહોંચ્યા હતા. 28 ફેબ્રુઆરીએ અહીં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો.
છેલ્લો દર્દી સાજો થતાં જ કોરોના મુક્ત જાહેર થયો આ દેશ, 17 દિવસ પહેલા આવ્યો હતો છેલ્લો કેસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jun 2020 01:23 PM (IST)
નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસે માત્ર 1500 લોકોને જ પોતાની ઝપેટમાં લીધા હતા. આમાંથી 22 લોકોના મોત થઇ ગયા હતા અને બાકીના ઠીક થઇને ઘરે પહોંચ્યા હતા. 28 ફેબ્રુઆરીએ અહીં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -