Nobel Prize For Physics: નોબેલ પુરસ્કારોની જાહેરાત શરૂ થઈ ગઈ છે. આ ક્રમમાં, મંગળવારે (4 ઓક્ટોબર) ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સે 2022 માટે ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કાર એલેન એસ્પેક્ટ, જ્હોન એફ. ક્લોઝર અને એન્ટોન ઝીલિંગરને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.






 


જાણો મેડિસિન માટે કયા વ્યક્તિને મળ્યો નોબેલ પુરસ્કાર


સ્વાંતે પાબોને ફિઝિયોલોજી/મેડિસિન માટે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. વિલુપ્ત હોમિનિન અને માનવ ઉત્ક્રાંતિના જીનોમ સંબંધિત તેમની શોધ માટે તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. નોબેલને વિજ્ઞાનની દુનિયામાં સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર ગણવામાં આવે છે, તે સ્વીડનના કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યુટની નોબેલ એસેમ્બલી દ્વારા એનાયત કરવામાં આવે છે.


પુરસ્કારની જાહેરાત કરતાં નોબેલ પ્રાઈઝ કમિટીએ જણાવ્યું હતું કે, તેમના અગ્રણી સંશોધન દ્વારા, સ્વાંતે પાબોએ એવું કંઈક સિદ્ધ કર્યું છે જે અશક્ય જણાતું હતું. નિએન્ડરથલના જીનોમનું અનુક્રમ, હાલના માનવીઓના વિલુપ્ત રિલેટિવ છે. તેમણે પહેલા અજ્ઞાત હોમિનિન, ડેનિસોવાની સનસનીખેજ શોધ કરી હતી.


નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્વાંતે પાબોના સંશોધને સંપૂર્ણપણે નવી વૈજ્ઞાનિક શિસ્ત પેલેઓજેનોમિક્સને જન્મ આપ્યો છે. આ એવોર્ડ એવા સમયે આપવામાં આવ્યો છે જ્યારે કોવિડ રોગચાળાએ તબીબી સંશોધનને કેન્દ્રમાં રાખ્યું છે. આ જાહેરાત બાદ મંગળવારે ભૌતિકશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર, બુધવારે રસાયણશાસ્ત્ર અને ગુરુવારે સાહિત્યનું નોબેલ પુરસ્કાર આપવામાં આવશે. નોબેલ શાંતિ પુરસ્કાર શુક્રવારે જાહેર કરવામાં આવશે અને અર્થશાસ્ત્ર પુરસ્કાર 10 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.


દશેરા પહેલા શેરબજારમાં દિવાળી


ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ મંગળમય રહ્યો. શેરબજારમાં તેજીના કારણે દશેરા પહેલા જ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. આજે ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 1200થી વધુ અને નિફ્ટી 350થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યા. સેન્સેક્સ ફરી 58 હજારને પાર અને નિફ્ટી 17 હજારને પાર થયા છે. તમામ સેકટર્સમાં તેજી જોવા મળી છે.


તમામ સેક્ટર્સ ગ્રીન ઝોનમાં


સેન્સેક્સ  1276.66 પોઇન્ટના વધારા સાથે 58065.47 અંક અને નિફ્ટી 389.95 પોઇન્ટના વધારા સાતે 17274.30 પોઇન્ટ પર બંધ થયા છે. શેરબજારમાં આવેલી તેજીના આ કારણે આજે તમામ સેક્ટર્સ ગ્રીન ઝોનમાં બંધ થયા છે. ઓટો, બેંક, મેટલ, આઈટી, પાવર અને રિયલ્ટી શેરમાં 2 થી 3 ટકાનો વધારો થયો છે.