સિયોલઃ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. આ દરમિયાન ઉત્તર કોરિયામાં કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએફપી પ્રમાણે, જે બાદ તંત્ર દ્વારા બોર્ડર સ્થિત કેસોંગમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.

કોરોના આ બોર્ડર પસાર કરીને અહીંયા આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે વ્યક્તિમાં સંક્રમણ જોવા મળ્યું છે તે ત્રણ વર્ષ પહેલા દક્ષિણ કોરિયા ગયો હતો. છેલ્લા પાંચ દિવસમાં આ વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોને શોધીને આઇસોલેટ કરવામાં આવી રહ્યા છે.



આશરે બે લાખની વસતિ ધરાવતું કેસોંગ શહેર દક્ષિણ કોરિયાને જોડતી બોર્ડર નજીક આવેલું છે. હાલ અહીં લગાવવામાં આવેલું લોકડાઉન દેશમાં સંક્રમણ રોકવા લેવામાં આવેલું આ પ્રકારનું પ્રથમ પગલું છે.

રવિવારે લોકડાઉન અંગે મીડિયાને માહિતી આપતાં જણાવાયું કે કોરોના વાયરસનો ઉત્તર કોરિયામાં પ્રવેશ થઈ ગયો છે. જો આ વ્યક્તિને સત્તાવાર રીતે કોરોના વાયરસનો દર્દી જાહેર કરવામાં આવશે તો તે દેશનો પ્રથમ પ્રમાણિત દર્દી હશે.

Coronavirus: અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 67 હજાર નવા કેસ, 905 લોકોના મોત