Nostradamus Predictions 2025:  ફ્રાન્સના ભવિષ્યવેત્તા 'માઈકલ દી નાસ્ત્રેદમસ'ની આગાહીઓ દર વર્ષે તેમના પુસ્તક લેસ પ્રોફેટિઝમાંથી બહાર પાડવામાં આવે છે. નાસ્ત્રેદમસ ની આગાહીઓ ચોંકાવનારી હોય છે અને ઘણી સાચી સાબિત થઈ છે. આ જ કારણ છે કે દર વર્ષે નાસ્ત્રેદમસની આગાહીઓ ચર્ચામાં હોય છે. નાસ્ત્રેદમસે એક એવી આગાહી કરી હતી જે જાણીને તમે ચોંકી જશો


નિષ્ણાતોના મતે નવું વર્ષ 2025 ખૂબ જ ખાસ રહેવાનું છે


વિશ્વ વિખ્યાત ભવિષ્યવેત્તા નાસ્ત્રેદમસ દ્વારા વર્ષ 2025 માટે કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ આ દિવસોમાં ચર્ચામાં છે. ભૂતકાળમાં તેમના દ્વારા કરવામાં આવેલી આગાહીઓ સત્યની નજીક રહી છે. નવું વર્ષ આવી ગયું છે. જ્યોતિષ અને નિષ્ણાતોના મતે નવું વર્ષ 2025 ખૂબ જ ખાસ રહેવાનું છે. નાસ્ત્રેદમસે નવા વર્ષને લઈને કરી કેટલીક ભવિષ્યવાણીઓ, જાણો શું છે તે-


રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે


2025 માટે નાસ્ત્રેદમસ દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી મુજબ, આગામી દિવસોમાં, વિશ્વમાં ચાલી રહેલા તમામ યુદ્ધોમાંથી, રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે, કારણ કે બંને બાજુની સેનાઓ થાકી ગઈ છે અને હવે તે દેશો પાસે સૈનિકોને આપવા માટે પૈસા પણ નથી, ઇંગ્લેન્ડમાં 100 વર્ષ જૂનો પ્લેગ રોગ ફરી પાછો આવી શકે છે, જે લાખો લોકોના મૃત્યુનું કારણ બની શકે છે, એક મોટો એસ્ટરોઇડ પૃથ્વી પર આવી શકે છે, જેના કારણે સમગ્ર યુરોપમાં પૂર આવી શકે છે. એવા સંકેતો છે કે જાપાન, ચીન, ઑસ્ટ્રેલિયા, બેકોક જેવા વિસ્તારોમાં જ્વાળામુખી ફાટી શકે છે, જે વિનાશનું કારણ બની શકે છે અથવા જાપાનના કેટલાક વિસ્તારો સંપૂર્ણપણે નાશ પામી શકે છે.


નાસ્ત્રેદમસની કઈ ભવિષ્યવાણીઓ અત્યાર સુધી સાચી પડી છે?


નાસ્ત્રેદમસે એવી ઘણી આગાહીઓ કરી હતી જે અગાઉ સાચી સાબિત થઈ હતી, જેમ કે એડોલ્ફ હિટલરનો ઉદય, યુએસ પ્રમુખ જોન એફ કેનેડીની હત્યા, કોવિડ-19 રોગચાળો, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ, રશિયા-યુક્રેન યુદ્ધ, 1984માં ઈન્દિરા ગાંધીનું મૃત્યુ, રાજીવ ગાંધીની હત્યા  વગેરે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


આ પણ વાંચો...


શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ