Pakistani Cleric Support Nupur:  નૂપુર શર્માના પયગંબર મોહમ્મદ પર આપેવા વિવાદીત નિવેદનને લઇને વિવાદ વકર્યો છે. નૂપુર શર્માના આ નિવેદન સામે  અનેક મુસ્લિમ દેશોએ આકરી પ્રતિક્રિયા આપી છે. આ નિવેદનના વિરોધમાં દેશ-વિદેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તો ઘણા લોકો નૂપુર શર્માના સમર્થનમાં પણ આવ્યા છે. આ વખતે તેને પાકિસ્તાનમાંથી સમર્થન મળ્યું છે. અહીંના એક મૌલવીએ નૂપુર શર્માનું સમર્થન કર્યું હતું.


નૂપુર શર્માના નિવેદન પર એક તરફ મુસ્લિમો વિરોધ કરી રહ્યા છે તો પાકિસ્તાનના એક મૌલવીએ નૂપુરના સમર્થનમાં નિવેદન આપ્યુ છે. મૌલાના એન્જીનિયર મોહમ્મદ અલીએ નૂપુર સાથેની એ ચર્ચામાં ભાગ લેનારા મુસ્લિમોની ટીકા કરી હતી. તેમણે  કહ્યું કે નૂપુરને પહેલા ઉશ્કેરવામાં આવી હતી અને ત્યારબાદ તેણે આ નિવેદન આપ્યું હતું.


માફી માંગી લીધી છે પછી હોબાળો કેમ


મૌલાના મોહમ્મદ અલીએ કહ્યું કે નુપુર શર્માએ તેના નિવેદન બદલ માફી માંગી લીધી છે. હાથ જોડીને જીવનની ભીખ પણ માંગી હતી. તેમણે કહ્યું કે નૂપુરે આ નિવેદન કોઈ ષડયંત્ર હેઠળ આપ્યું ન હતું. ટીવી પર ચર્ચા દરમિયાન આ ઘટના બની હતી. ભાજપે પણ તેમના પર કાર્યવાહી કરી હતી. પરંતુ તેમ છતાં મામલો ઠંડો પાડવા દેવામાં આવતો નથી.


મુસ્લિમ મૌલવી એન્જિનિયર મોહમ્મદ અલીએ પણ આરબ દેશોની કાર્યવાહી પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે યુરોપીયન દેશોમાં થઈ રહેલા અત્યાચારો પર ખાડી દેશો મૌન કેમ છે. જો ભારતમાં કંઈક થાય છે, તો તેઓ તાત્કાલિક પગલાં લે છે, જ્યારે અન્ય દેશોમાં તેમને ભૂલો દેખાતી નથી. તેમણે આરોપ લગાવ્યો કે ભારત વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી અમેરિકાના ઈશારે થઈ રહી છે.