Omicron XBB Variant China: કોરોના વાયરસે મચાવેલા હાહાકારમાંથી દુનિયા માંડ માંડ બહાર આવી છે અને હાશકારો અનુંભવ્યો છે ત્યાં ફરી એક મોટી આફત દુનિયાના માથે ઝળુંબવા લાગી છે. ચીન સૌથી પહેલા કોરોના વાયરસનો ચેપ દુનિયાભરમાં ફેલાયો હતો. હવે ફરી એકવાર હાહાકાર મચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચીનના ટોચના શ્વસન નિષ્ણાત ઝોંગ નાનશને ગુઆંગડોંગ પ્રાંતના ગુઆંગઝોઉમાં ચાલી રહેલા 2023 ગ્રેટર બે એરિયા સાયન્સ ફોરમમાં આ અંગે ચેતવણી આપી છે.
ઝોંગ નાનશાનના જણાવ્યા અનુસાર, ચીનમાં કોરોનાની નવી લહેર આવી શકે છે. કોરોનાવાયરસ-ઓમિક્રોનનું XBB વેરિઅન્ટ ચીનમાં ફેલાઈ રહ્યું છે, તેના વેવને કારણે, જૂનના અંત સુધીમાં દર અઠવાડિયે ચીનમાં કોરોનાના 6 કરોડથી વધુ કેસ નોંધાઈ શકે છે. Zhong Nanshanનું કહેવું છે કે, તેમનો દેશ કોવિડના નવા પ્રકારનો સામનો કરવા માટે 2 નવી રસીઓ પર કામ કરી રહ્યો છે. તેમણે જણાવ્યું કે XBB ઓમિક્રોનનું એક પ્રકાર છે.
ચીનમાં દર અઠવાડિયે 4 કરોડ કેસ આવશે!
ચીનના નિષ્ણાતો પહેલાથી જ એપ્રિલના અંતમાં અને મેની શરૂઆતમાં કોરોનાની નાની લહેરનો અંદાજ લગાવી રહ્યા હતા. હવે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, મે મહિનાના અંત સુધીમાં ચીનમાં નવા કોવિડ વેરિઅન્ટને કારણે દર અઠવાડિયે લગભગ 40 મિલિયન કેસ આવશે. ત્યાર બાદ જૂનમાં કેસ તેની પીક પર હશે. અગાઉ 2020માં જ્યારે કોરોના સંક્રમણ ચરમસીમા પર હતું ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મિલિટરી હોસ્પિટલ અને લેબની મુલાકાત લીધી હતી અને વેક્સીનનો પ્રોગ્રેસ રિપોર્ટ લીધો હતો. તેમની સરકારે સમગ્ર ચીનમાં ઝીરો કોવિડ પોલિસી લાગુ કરી હતી.
વિશ્વમાં 7 મિલિયન લોકો માર્યા ગયા હતા
કોરોનાનો પહેલો કેસ ચીનના વુહાનથી સામે આવ્યો હતો, ત્યારપછી આ મહામારીએ વિશ્વમાં લગભગ 70 લાખ લોકોના જીવ લીધા હતા. તેને 30 જાન્યુઆરી 2020 ના રોજ વૈશ્વિક કટોકટી જાહેર કરવામાં આવી હતી. આ રોગચાળાને કારણે સૌથી વધુ લોકોના મોત અમેરિકામાં થયા છે.
Health: શું ક્યારેય પણ નાબૂદ નહિ થઇ શકે કોરોના વાયરસ, જાણો ICMRના ડોક્ટરે શું મત કર્યો રજૂ
આખું વિશ્વ લગભગ સાડા ત્રણ વર્ષથી કોરોના વાયરસની મહામારીનો સામનો કરી રહ્યું છે. હવે સવાલ એ ઊભો થાય છે કે આ દુનિયામાંથી કોરોના ક્યારે સંપૂર્ણપણે નાબૂદ થશે ?
આખું વિશ્વ લગભગ સાડા ત્રણ વર્ષથી કોરોના વાયરસની મહામારીનો સામનો કરી રહ્યું છે. આ રોગચાળાએ સમગ્ર વિશ્વના સ્વાસ્થ્યને જ નહીં પરંતુ આર્થિક રીતે પણ ઘણું નુકસાન પહોંચાડ્યું છે. દુનિયાભરમાં કરોડો લોકો તેની ઝપેટમાં આવી ચૂક્યા છે અને કેટલા લાખ લોકો તેના કારણે મૃત્યુ પામ્યા છે. જેનો સાચો ડેટા હજુ સુધી મળ્યો નથી. બીજી તરફ, લોકો રાહ જોઈ રહ્યા છે કે આ રોગનો સંપૂર્ણ અંત ક્યારે આવશે? આ સવાલનો જવાબ આપતાં હેલ્થ એક્સપર્ટ કહે છે કે કોરોના ક્યારેય સંપૂર્ણ રીતે ખતમ નહીં થાય, પરંતુ તે ઓછું કે વધુ હોઈ શકે છે. પરંતુ તે ઝડપથી જ સમાપ્ત થશે તેની આગાહી કરવી મુશ્કેલ છે.