ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસની પ્રથમ લહેર પર સફળતાપૂર્વક નિયંત્રણ મેળવી લેવા માટે પ્રધાનમંત્રી જેસિંડાની વિશ્વમાં પ્રશંસા થઈ હતી. પ્રધાનમંત્રીએ દૈનિક હાલતની જાણકારી આપી હતી અને કડકાઈથી લોકડાઉનનું પાલન કરાવી કોવિડ-19ને હરાવ્યો હોવાનું જણાવ્યુ હતું.
દેશમાંથી હાલ તમામ પ્રકારના પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યા છે અને એલર્ટનું લેવલ પણ એક કરી દેવામાં આવ્યું છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં 100થી વધારે લોકો એકઠાં થવા પર મૂકવામાં આવેલું નિયંત્રણ પણ દૂર કરી દેવામાં આવ્યું છે. કોરોના મુક્ત થયાના રૂપમાં 18 ઓક્ટોબરે દેશમાં જશ્ન મનાવાશે.
દેશના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, આ ખબર દેશ માટે એક મોટી ઉપલબ્ઘિ છે. ન્યૂઝીલેન્ડના લોકોએ ફરી એક વખત તેમના સામુહિક પ્રયાસથી કોરોના વાયરસને હરાવ્યો છે.