Israel Gaza Attack: ઓપરેશન અજય અંતર્ગત ઇઝરાયલથી બીજી ફ્લાઈટ આવી પહોંચી છે. જેમાં 235 ભારતીયો સ્વદેશ પરત ફર્યા છે. જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. તેમને આવકારવા વિદેશ રાજ્યમંત્રી એરપોર્ટ પર હાજર રહ્યા હતા.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા એક સપ્તાહથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ 3000 લોકોના મોત થયા છે. એક દિવસ પહેલા, 212 ભારતીયોની પ્રથમ બેચ નવી દિલ્હી પહોંચી હતી.
વિમાન 11 વાગે ઈઝરાયેલથી રવાના થયું હતું
ભારતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય મુસાફરોને લઈ જતી ફ્લાઈટ શુક્રવારે રાત્રે 11.02 કલાકે તેલ અવીવથી ઉડાન ભરી હતી. ભારતીય દૂતાવાસે કહ્યું કે દૂતાવાસે ત્રીજા બેચમાં સામેલ લોકોને ઈમેલ દ્વારા જાણ કરી છે. લોકોને અનુગામી ફ્લાઇટ્સ માટે ફરીથી મેસેજ કરવામાં આવશે.
ભારત સરકારનો આભાર માન્યો
ઇઝરાયેલના સફેદમાં ઇલાન યુનિવર્સિટીમાંથી પીએચડી કરી રહેલા ભારતીય વિદ્યાર્થી સૂર્યકાંત તિવારીએ ઇઝરાયેલથી ઉડાન ભરતા પહેલા કહ્યું હતું કે ઇઝરાયેલમાં ભયનું વાતાવરણ છે. અહીં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અમને ઈઝરાયેલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે હું ભારત સરકારનો આભાર માનું છું.
હમાસના આતંકવાદીઓ નવા નવા ઈનોવેશન માટે હથિયારો બનતા રહે છે. ઈઝરાયેલી ડ્રોનની નકલ કરવા માટે તેઓએ સ્થાનિક ડ્રોન પણ બનાવી નાખ્યું. 7 સપ્ટેમ્બર-2023ના રોજ તે ડ્રોનથી જ ગ્રેનેડ ફેંકવામાં આવ્યા. ઉપરાંત 20 મિનિટની અંદર 5000 રોકેટ પણ છોડ્યા. ગાઝાની પાઈપલાઈનની વાત કરીએ તો અહીં 48 કિલોમીટર લાંબી પાઈપલાઈન નાખવામાં આવી છે. એવું કહેવાય છે કે, ઈરાન સીરિયા, અને સુદાન હમાસને રોકેટની સપ્લાય કરે છે, જોકે આ ત્રણે દેશોની વાત ન માનીએ તો, હવે હમાસ પોતાના રોકેટ બનાવવા લાગ્યું છે. આ રોકેટો હાઈ-ફાઈ હોતા નથી, પણ નુકસાન જરૂર કરે છે. હમાસે 2014માં ઈઝરાયેલ તરફ 4500 રોકેટ છોડ્યા હતા. ત્યારબાદ 2019માં 400થી વધુ રોકેટ છોડી ઈઝરાયેલના મોટા મોટા શહેરોને નિશાન બનાવ્યું. ત્યારબાદ 2021માં 4000 રોકેટ છોડ્યા હતા.