Operation Iron Swords: ઈઝરાયેલે 'યુદ્ધની સ્થિતિ' જાહેર કર્યા બાદ હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ 'ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ'ની જાહેરાત કરી છે. ઇઝરાયેલ વાયુસેનાએ ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસને અનેક સ્થળોએ નિશાન બનાવીને ડઝનબંધ ફાઇટર જેટ સાથે હુમલો કર્યો છે.


વર્ષોમાં ઇઝરાયેલ પર સૌથી મોટા હુમલામાં હમાસે ગાઝામાંથી લગભગ 5,000 રોકેટ છોડ્યા બાદ ઇઝરાયેલે શનિવારે સવારે 'યુદ્ધની સ્થિતિ' જાહેર કરી હતી. આ જૂથના અનેક સશસ્ત્ર આતંકવાદીઓ પણ સરહદ પાર કરીને ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરી હતી.


















ઈઝરાયલના ભારત સ્થિત રાજદૂતે શું કહ્યું


ઓપરેશન "સ્વોર્ડ્સ ઓફ આયર્ન" પર ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને કહ્યં, ઇઝરાયેલ હાલમાં સંકલિત, મોટા અને બહુપક્ષીય પેલેસ્ટિનિયન આતંકવાદી હુમલાઓને નિવારવા માટે લડી રહ્યું છે. આ હુમલાઓ જે આજે વહેલી સવારે હમાસ દ્વારા અમારા નાગરિકો પર શરૂ કરવામાં આવ્યા હતા, નાગરિકો શાંતિથી સૂઈ રહ્યા હતા ત્યારે હુમલાઓ થયા. હમાસની કાયરતાપૂર્ણ ક્રિયાઓ, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને નિશાન બનાવીને મારી નાખે છે, સેંકડો નાગરિકોને ઇજા પહોંચાડે છે અને અમારા શહેરો પર 2000 થી વધુ મિસાઇલો અને રોકેટોથી અંધાધૂંધ ફાયરિંગ કરે છે. ઇઝરાયેલ રોકેટ ફાયર અને હમાસ આતંકવાદીઓની જમીન ઘૂસણખોરીના આ સંયુક્ત હુમલાને નિવારશે અને અમારા નાગરિકોની સુરક્ષા માટે તમામ પગલાં લઈશે. અમે ભારતના લોકોના સમર્થનની કદર કરીએ છીએ કારણ કે અમે અડગ છીએ.