Canada Plane Crash:કેનેડામાં વાનકુવર નજીક ચિલીવેકમાં એક પ્લેન ક્રેશ થતા. વિમાન દુર્ઘટનામાં બે ભારતીય ટ્રેઇની પાઇલટ સહિત ત્રણ લોકોના મોત થયા છે.  સ્થાનિક મીડિયા અનુસાર, વિમાન વિસ્તારમાં એક ઝાડ સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું અને હોટલની ઇમારતની પાછળ ઝાડીઓમાં લેન્ડ થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માતમાં મૃત્યુ પામેલા બે ભારતીય પાયલોટના નામ અભય ગડરૂ અને યશ વિજય રામુગડે છે અને તેઓ મુંબઈના રહેવાસી હતા. સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે.


કેનેડિયન પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં કોઈ જાનહાનિ કે લોકોને કોઈ જોખમ હોવાના અહેવાલ નથી. આ દુર્ઘટના પાઇપર પીએ-34 સેનેકા નામના નાના ટ્વીન એન્જિન એરક્રાફ્ટમાં થઈ હતી. રિપોર્ટ અનુસાર, પાઇપર PA-34નું ઉત્પાદન 1972માં કરવામાં આવ્યું હતું અને 2019માં રજીસ્ટર થયું હતું.


પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે


પોલીસે કહ્યું છે કે, તેઓ મૃતકના સંબંધીઓને આ અંગેની માહિતી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, ક્રેશ થવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. કેનેડાના ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે કહ્યું કે, તે તપાસકર્તાઓને ઘટનાસ્થળે રવાના કરી દેવાયા છે. જે પ્લેન ક્રેશના કારણો તપાસ બાદ જણાવશે.સીબીસી ન્યૂઝ અનુસાર, ઈમરજન્સી હેલ્થ સર્વિસે જણાવ્યું કે, પાંચ એમ્બ્યુલન્સ અને એક પેરામેડિક સુપરવાઈઝર ક્રેશ સ્થળ પર પહોંચ્યા.                                                                                       


આ પણ વાંચો


Asian Games 2023: 14મા દિવસની શાનદાર શરૂઆત, આર્ચરીમાં જયોતિએ ગોલ્ડ મેડલ જીત્યો, અદિતિને મળ્યો બ્રોન્ઝ મેડલ


2000 Rupee Note: બેંકોમાં રૂ. 2000ની નોટ બદલાવાનો આજે અંતિમ દિવસ, જાણો કેટલા ટકા નોટો પરત આવી


Heart Attack: રાજકોટમાં 1 થી 4 ઓક્ટોબર સુધીમાં 63 લોકોને હાર્ટ એટેક આવતા ચિંતા પેઢી, જાણો ચાલુ વર્ષે કેટલે પહોંચશે આંકડો


Dahod: પોલીસે 90 લાખની ખંડણી માંગનારા ત્રણને ઝડપ્યા, મહિલાને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની આપતા હતા ધમકી