રાહિલ શરીફની હકાલપટ્ટી નક્કી, જલ્દીથી નવા PAK જનરલની થશે જાહેરાત
abpasmita.in | 22 Oct 2016 03:48 PM (IST)
ઈસ્લામાબાદ: પાકિસ્તાનની સરકારે એક અઠવાડિયા પહેલા કે 10 દિવસની અંદર એવી જાહેરાત કરી દેશે કે નિવર્તમાન સેના પ્રમુખ જનરલ રાહિલ શરીફનું સ્થાન કોણ લેશે? એક વરિષ્ઠ મંત્રીએ જણાવ્યું કે નવેમ્બરના અંત સુધીમાં રાહિલ શરીફ પોતાના કાર્યભારથી નિવૃત થનાર છે. પાકિસ્તાનની એક સમાચાર એંજસીના વરિષ્ઠ મંત્રી તારિક ફઝલ ચૌધરીએ જણાવ્યું કે, સરકારે અત્યાર સુધી આ વિશે કોઈ નિર્ણય કર્યો નથી, પરંતુ એક અઠવાડિયા કે 10 દિવસમાં આ પદ માટેના નામની જાહેરાત કરી દેવામાં આવશે. જનરલ રાહિલ શરીફે ઘણા મહિના પહેલા એવી જાહેરાત કરી હતી કે પોતાના પૂર્વવર્તી જનરલ અશફાફ પરવેઝ કયાનીની જેમ બીજા કોઈ પણ પદનો કાર્યભાર જોઈતો નથી. ઘરના અને બહારી સુરક્ષા પડકારોની વચ્ચે પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફની સરકાર પર જનરલ રાહિલ શરીફના ઉત્તરાધિકારીના નામને લઈને અનિશ્ચિતતા પૂરી કરવાનું દબાણ છે. કાયદા અનુસાર પ્રધાનમંત્રીના નવા સેના પ્રમુખના નિયુક્તિને વિશેષાધિકાર છે. આ સંબંધમાં તેમની શક્તિ અમર્યાદિત છે, પરંતુ પદથી મુક્ત થઈ રહેલા સેના પ્રમુખ તેમને પરામર્શ આપી શકે છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી કોઈ પણ વરિષ્ઠ લેફ્ટિનેંટ જનરલના સેના પ્રમુખ તરીકે પસંદગી થઈ શકે છે.