ઈસ્લામાબાદ: કશ્મીરી અલગાવવાદી નેતા સૈયદ સલાઉદીને જમ્મું અને કશ્મીરને ભારતથી અલગ કરવા મદદ માટે પાકિસ્તાન પાસે ‘સૈન્ય સર્મથન’ આપવાનો આગ્રહ કર્યો છે. દૈનિક સમાચાર પત્ર ડૉન મુજબ સલાઉદીને કહ્યું કશ્મીર મુદ્દો વાર્તા અને પ્રસ્તાવોથી હલ નથી થઈ રહ્યો. પાકિસ્તાનને જોઈએ કે મુજાહિદીનનો સાધનો ઉપલબ્ધ કરી કશ્મીરીઓનું સૈન્ય સર્મથન કરે.

યુનાઈટેડ જેહાદ કાંઉસિલના ચેરમેને કહ્યું કે જો મુજાહિદીનનું સર્મથન મળે તો ન માત્ર કશ્મીરની આઝાદી મળશે પરંતું ઉપમહાદ્રીપનો નકશો બદલી જશે. સલાઉદીનને વિસ્તારપૂર્વક વાત કરવાની મનાઈ કરી  કે જમ્મુ કશ્મીરમાં આતંકવાદીઓને ક્યા પ્રકારના સૈન્યની સર્મથનની જરૂરત છે. જ્યા અલગાવવાદી 1989થી અભિયાન ચલાવી રહ્યા છે, જેમાં હજારો લોકોના મૃત્યું થયા છે.

ભારત આરોપ લગાવી રહ્યુ છે કે જમ્મુ- કશ્મીરને ભારતથી અલગ કરવા માટે પાકિસ્તાન આતંકિયોને પ્રશિક્ષણ, પૈસા અને હથિયાર પૂરા પાડે છે. પાકિસ્તાનનું કહેવું છે કે તે વિદ્રોહીઓને તે માત્ર રાજનીતિક અને કૂટનીતિક સર્મથન આપે છે. વર્ષોથી પાકિસ્તાનમાં રહેલા સલાઉદીનને કહ્યું કે જયારે દુનિયા આપણા પર ધ્યાન નથી આપી રહી ત્યારે અમારી પાસે સશસ્ત્ર સંધર્ષ જ એકમાત્ર વિકલ્પ છે.

મૂળરૂપથી જમ્મુ કશ્મીરના બડગામના જિલ્લામાં રહેનાર સલાઉદીન વર્ષ 1987માં જમ્મું કશ્મીર વિધાનસભાની ચૂટણીમાં હારી ગયો  હતો. ત્યારબાદ તે પાકિસ્તાન ચાલ્ય ગયો છે. જે યુનાઈટેડ જિહાદ કાંઉસિલનો પ્રમુખ છે.