ઇસ્લામાબાદઃ પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફે બુધવારે પાક સાંસદના સંયુક્ત સત્રને સંબોધન કરતા ફરી એક વાદ કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. આતંકી બુરહાન વાણીને કાશ્મીરનો હીરો ગણાવ્યો હતો. શરીફે કહ્યું કે, ભારતીય સેના અને સરકાર દુનિયામાં પાકિસ્તાનને લઇને ભ્રમ ફેલાવી રહ્યા છે. પાક પીએમ એમ કહ્યું કે, ભારત સરકાર કાશ્મીર પરથી ધ્યાન બટાવવા માટે પાકિસ્તાન પર લગાતાર આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યુ કે, ઉરી હુમલા સાથે પાકિસ્તાનને કઇ જ લેવા દેવા નથી. તેને ભારતીય સેનાનું ષડયંત્ર ગણાવામાં આવ્યું હતું. તેમજ પાકિસ્તાનને તમામ પ્રકારના પડકાર સામે તૈયાર રહેવાની વાત પણ કહી હતી. શરીફે ભારત તરફ ઇશારો કરતા જણાવ્યું હતું કે આગ, બારૂદ અને ખૂનની રાહ પર વિકાસનો રસ્તો ના નીકળી શકે.

તેમજ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા સર્જીકલ સ્ટ્રાઇક પર નવાજ શરીફ કહ્યું કે,POK માં ભારત તરફથી કોઇ જ સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવ્યું નથી. જ્યારે બે સેનિકોના મોત અંગેનો સ્વીકાર તેમણે કર્યો હતો.