Pakistan America businessman Sajid Tarar Praises PM Modi: પાકિસ્તાની મૂળના એક જાણીતા અમેરિકન ઉદ્યોગપતિએ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મજબૂત નેતા છે, જેમણે ભારતને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે અને તેઓ ત્રીજી વખત દેશના વડા પ્રધાન બનશે.


બાલ્ટીમોરમાં રહેતા પાકિસ્તાની-અમેરિકન બિઝનેસમેન સાજિદ તરારએ કહ્યું કે, મોદી માત્ર ભારત માટે જ નહીં પરંતુ પ્રદેશ અને વિશ્વ માટે પણ સારા છે. તેમણે આશા વ્યક્ત કરી કે પાકિસ્તાનને પણ તેમના જેવો નેતા મળશે.


'ભારતના પાકિસ્તાન સાથે વ્યાપાર શરૂ કરવાની આશા'
તરારે પીટીઆઈને કહ્યું - “મોદી એક અદભૂત નેતા છે. તેઓ એવા વડાપ્રધાન છે જેમણે પ્રતિકૂળ સંજોગોમાં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. મને આશા છે કે મોદીજી પાકિસ્તાન સાથે વાતચીત અને વેપાર શરૂ કરશે.


એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, "શાંતિપૂર્ણ પાકિસ્તાન ભારત માટે પણ સારું રહેશે." તેમણે કહ્યું કે દરેક જગ્યાએ એવું કહેવામાં આવી રહ્યું છે કે "મોદીજી ભારતના આગામી વડાપ્રધાન બનશે". તરાર 1990ના દાયકામાં અમેરિકા આવ્યા હતા અને પાકિસ્તાનમાં સત્તા પર રહેલા લોકો સાથે તેમના સારા સંપર્કો છે.


'2024માં ભારતનો શાનદાર ઉદય'
તેમણે કહ્યું, “આ કોઈ ચમત્કારથી ઓછું નથી કે ભારતમાં 97 કરોડ લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ભારત સૌથી મોટી લોકશાહી છે. હું ત્યાં મોદીજીની લોકપ્રિયતા જોઈ રહ્યો છું અને હું 2024માં ભારતનો શાનદાર ઉદય જોઈ રહ્યો છું. તમે ભવિષ્યમાં જોશો કે લોકો ભારતીય લોકશાહીમાંથી શીખશે.


એક પ્રશ્નના જવાબમાં તરારે કહ્યું કે, પાકિસ્તાન હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, જેના કારણે PoK સહિત દેશના ઘણા ભાગોમાં સામાજિક તણાવ છે. તરારે કહ્યું કે પાકિસ્તાનમાં મોંઘવારી ઘણી છે. પેટ્રોલના ભાવ ઉચ્ચ સ્તરે છે. વીજળી પણ મોંઘી થઈ ગઈ છે. અમે નિકાસ કરી શકતા નથી. તેમણે કહ્યું, પીઓકેમાં મુખ્યત્વે મોંઘી વીજળીને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.


આટલું જ નહીં, તરારે કહ્યું કે, જમીનના પ્રશ્નોનું નિરાકરણ નથી આવી રહ્યું. નિકાસ કેવી રીતે વધારવી? આતંકવાદને કેવી રીતે નિયંત્રિત કરવો અને કાયદો અને વ્યવસ્થા કેવી રીતે સુધારવી.