Pakistan Army Soldier: ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ભડકે બળી રહ્યો છે. ચારેકોર અફરાતફરીની સ્થિતિ છે. દેશભરમાં પાકિસ્તાની સેનાના સંસ્થાનો પર હુમલા થઈ રહ્યા છે. ઈમરાન ખાનના સમર્થકોએ રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર તેમજ લાહોરમાં કોર્પ્સ કમાન્ડરના ઘર પર હુમલો કર્યો હતો. દેશભરમાં અનેક પોલીસ સ્ટેશનો લૂંટાયા છે. આ ઉપરાંત રસ્તા પર ચાલતી વખતે તેઓ પોલીસ અને સેના પર થપ્પડનો વરસાદ કરી રહ્યા છે. હાલમાં જ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ પોલીસની કારમાં બેઠેલા આર્મીના જવાનને થપ્પડ મારતો જોવા મળી રહ્યો છે.


વાયરલ વીડિયોમાં શું ?


પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં પોલીસનું એક વાહન ભીડમાંથી પસાર થતું જોઈ શકાય છે. એટલામાં જ એક વ્યક્તિ ઝડપથી વાહન પાસે પહોંચે છે અને ડ્રાઈવરની બાજુમાં બેઠેલા જવાનને થપ્પડ મારી દે છે. આ ઘટના બાદ ભીડ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે, પરંતુ પોલીસની ગાડી તેમની વચ્ચેથી ઝડપથી આગળ વધે છે. પાકિસ્તાનમાં પોલીસકર્મીઓ સાથે આવી અનેક ઘટનાઓ બની છે.


લાહોરમાં કોર્પ્સ કમાન્ડરના ઘરમાં લૂંટફાટ


ઈમરાન ખાનના સમર્થકોએ લાહોરમાં કોર્પ્સ કમાન્ડરના ઘરે લૂંટ ચલાવી હતી. સમર્થકોની ભીડ એટલી મોટી હતી કે, સુરક્ષાકર્મીઓ પોતાની ફરજ છોડીને ભાગી ગયા હતા. આ પછી સમર્થકોએ કમાન્ડરના ઘરની અંદર ઘૂસીને હંગામો મચાવ્યો હતો. તેઓએ કોર્પ્સ કમાન્ડરના ઘરના ફ્રિજમાં રાખેલા ખોરાકની લૂંટ કરી, ચિપ્સ, બિસ્કીટ અને કોરમાનો આનંદ માણ્યો. મીઠાઈ અને સ્ટ્રોબેરી પણ લૂંટીને ઘરે લઈ ગયા હતાં. આ ઉપરાંત લોકો કમાન્ડરના ઘરના કમ્પાઉન્ડમાં રાખેલા મોરને પણ લઈ ગયા હતા. કેટલાક લોકો કમાન્ડરના ઘરની બહાર પાર્ક કરેલી વિન્ટેજ તોપને લઈ જતા પણ જોવા મળ્યા હતા.






Imran Khan Arrest: પાકિસ્તાનમાં સ્થિતિ તણાવપૂર્ણ, પંજાબ-ખૈબર પખ્તુનખ્વામાં સૈન્ય શાસન


પાકિસ્તાનમાં પૂર્વ પીએમ ઈમરાન ખાનની મંગળવારે સાંજે ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી તેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારથી ઇમરાનની ધરપકડ થઈ છે ત્યારથી તેમની પાર્ટીના સમર્થકો અને સેના આમને-સામને આવી ગયા છે. અનેક જગ્યાએ આગચંપી, હિંસા ફાટી નીકળી છે હિંસામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે અને 60થી વધુ લોકો ઘાયલ થયા છે.


પાકિસ્તાને પંજાબ-ખૈબર પખ્તુનખ્વામાં સેના બોલાવી


ઈમરાન ખાનને લઈને કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. સુનાવણી દરમિયાન પૂર્વ પીએમ ઈમરાને અનેક દાવા કર્યા હતા. તેણે કહ્યું કે તેને કસ્ટડીમાં ઈન્જેક્શન પણ આપવામાં આવ્યા છે પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં સૈન્ય શાસન લાદવામાં આવ્યું છે. પાકિસ્તાને પંજાબ-ખૈબર પખ્તુનખ્વામાં સેના બોલાવી છે.