Pakistan Bomb Blast: પાકિસ્તાનમાં એક મસ્જિદમાં જોરદાર બ્લાસ્ટ થયો છે. પેશાવરના પોલીસ લાઈન્સ વિસ્તારમાં સોમવારે (30 જાન્યુઆરી) બપોરે એક મસ્જિદમાં વિસ્ફોટની જાણ થઈ હતી. આ વિસ્તારમાં જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. મળતી માહિતી મુજબ આ બ્લાસ્ટને કારણે ભારે નુકસાનના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિસ્ફોટમાં 17 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.







રિપોર્ટ અનુસાર બોમ્બ બ્લાસ્ટને કારણે મસ્જિદની છત પડી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરે નમાજ દરમિયાન પોતાની જાતને ઉડાવી દીધી હતી.


મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ


જિયો ન્યૂઝના અહેવાલ મુજબ આ બ્લાસ્ટમાં 17 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં બે પોલીસકર્મીઓના પણ મોત થયા છે. જ્યારે 90થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. વિસ્ફોટ બાદ વિસ્તારમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે. હાલ પાકિસ્તાન સેનાએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં વિસ્ફોટ થયો હતો તે જગ્યાની નજીક સેના યુનિટની ઓફિસ પણ છે.



આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટ કર્યો


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેશાવરની મસ્જિદમાં વિસ્ફોટનો અવાજ 2 કિમી દૂર સુધી સંભળાયો હતો. પેશાવર પોલીસ લાઈન્સમાં હાજર લોકોએ જણાવ્યું કે વિસ્ફોટ બાદ આકાશમાં ધૂળ અને ધુમાડાના વાદળો છવાઈ ગયા હતા. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આત્મઘાતી બોમ્બર મસ્જિદમાં નમાજ દરમિયાન આગળની હરોળમાં હાજર હતો અને પછી તેણે પોતાની જાતને ઉડાવી દીધી.


તમને જણાવી દઈએ કે અગાઉ ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં પણ પાકિસ્તાનમાં મોટો હુમલો થયો હતો. દેશની રાજધાની ઈસ્લામાબાદમાં ફિદાયીન હુમલામાં એક પોલીસકર્મીનું મોત થયું છે. આ સિવાય અનેક લોકો ઘાયલ થયા છે.    


મળતી માહિતી મુજબ આ બ્લાસ્ટને કારણે ભારે નુકસાનના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિસ્ફોટમાં 17 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.