Pakistan Crisis: પાકિસ્તાન 76 વર્ષના સૌથી મોટા આર્થિક સંકટ (Economic Crisis) સામે ઝઝૂમી રહ્યુંછે. પાકિસ્તાનના આગામી 4 દિવસો ખુબ મહત્વના માનવામાં આવી રહ્યાં છે. વિદેશી મુદ્રાભંડારની કમીના કારણે પાકિસ્તાને પોતાની અર્થવ્યવસ્થાને બચાવી રાખવા માટે ઇન્ટરનેશનલ મૉનિટરી ફન્ડ (International Monetary Fund) આઇએમએફ પાસે લૉન માંગી છે. આઇએમએફ જલદી પોતાની શરતોનું ફાઇનલ લિસ્ટ પાકિસ્તાન સાથે શેર કરી શકે છે.
ફાઇનલ લિસ્ટ પહેલા IMFની એક શરતથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે, IMFએ પાકિસ્તાનના શાહબાઝ શરીફ (Shehbaz Sharif)ની સરકાર પાસે ગ્રેડ 17 અને તેનાથી ઉપરના કેટલા સરકારી ઓફિસર છે, તેની અને તેમના પરિવારના સભ્યોની સંપતિને શેર કરવાનું કહ્યુ છે, એટલે કે કરપ્ટ અધિકારીઓ પર IMF નું મોટુ એક્શન હશે.
9 ફેબ્રુઆરીએ સ્પષ્ટ થશે અસલ તસવીર -
વળી, પાકિસ્તાન સરકારની સામે જો કરપ્શન પર એક્શન થયુ તો સેનાથી લઇને સરકાર સુધી બધાના અસલી ચહેરા સામે આવી જશે. હાલમાં IMF અને પાકિસ્તાન સરકારમાં પૉલીસી નેગૉસિએશન (Policy Negotiation) ચાલી રહ્યું છે. જેની ફાઇનલ તસવીર 9 ફેબ્રુઆરીએ સ્પષ્ટ થઇ શકે છે.
130 અબજ ડૉલરનું દેવું છે પાકિસ્તાન પર -
ખરેખરમાં, પાકિસ્તાનના ખજાનામાં માત્ર 7 દિવસના ગુજારા લાયક ડૉલર બચ્યો છે. આ બધાની વચ્ચે IMF ની શરતોની રાહ પાકિસ્તાન માટે મોટો પડકાર બની ગઇ છે. પાકિસ્તાન પર લગભગ 130 અબજ ડૉલરનું દેવુ ચઢી ગયુ છે. આમા ચીન અને સાઉદી અરબનું દેવુ પણ સામેલ છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર 3.09 અબજ ડૉલર છે. ચીનનું લગભગ 30 અબજ ડૉલર દેવુ છે.
Pakistan Crisis: આ આતંકવાદી સંગઠન ટૂંક સમયમાં જ પાકિસ્તાન પર કબજો કરી લેશે, ઓડિયો જાહેર કરી જણાવ્યું કારણ
Tehreek-e-Taliban claims to capture Pakistan soon: આતંકવાદ પાકિસ્તાન માટે નવો શબ્દ નથી. બંને એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. જો કે, હવે ચિત્ર ઘણા અંશે બદલાઈ ગયું છે. અગાઉ જ્યાં પાકિસ્તાન આ આતંકવાદીઓને ભારત વિરુદ્ધ તૈયાર કરીને હુમલો કરવા માટે મેળવતું હતું. હવે એ જ આતંકવાદીઓ પાકિસ્તાન માટે ખતરો બની રહ્યા છે.
આવા જ એક આતંકવાદી સંગઠન વિશે વાત કરીશું, જે આજે પાકિસ્તાન માટે ભસ્માસુર બની ગયું છે. તેણે પાકિસ્તાનમાં અનેક હુમલા કરીને સેંકડો લોકોને માર્યા છે અને હવે તે પાકિસ્તાનને કબજે કરવાની તૈયારી કરી રહ્યો છે.
ટીટીપીએ ઓડિયો જાહેર કરીને આ દાવો કર્યો છે
અમે જે આતંકવાદી સંગઠનની વાત કરી રહ્યા છીએ તેનું નામ તહરીક-એ-તાલિબાન (TTP) છે. આ સંસ્થાએ તાજેતરમાં એક ઓડિયો બહાર પાડ્યો છે. આ ઓડિયો મેસેજમાં તહરીક-એ-તાલિબાનના અગ્રણી નેતા શેખ અબ્દુલ્લા અખુનઝાદા ટૂંક સમયમાં અફઘાનિસ્તાન સિવાય પાકિસ્તાન અને તુર્કીને કબજે કરવાની અને આ સ્થળો પર તાલિબાન શાસન સ્થાપિત કરવાની વાત કરી રહ્યા છે. વધુમાં, અબ્દુલ્લા અખુનઝાદા કહી રહ્યા છે કે પાકિસ્તાન એક મુસ્લિમ દેશ છે, પરંતુ અહીંનું બંધારણ બ્રિટિશ કાયદા અનુસાર છે. તેઓ તેને કબજે કરીને અહીં શરિયા કાયદો લાગુ કરવા માંગે છે.