નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટ્યા બાદ પાકિસ્તાન ગભરાઇ ગયુ છે, આ મુદ્દાને આગળ ધરીને પાકિસ્તાન વારંવાર ભારતને યુદ્ધની ધમકી આપી રહ્યું છે. હવે મામલે પાકિસ્તાને વધુ એક મોટી એક્શન લીધી છે. સુત્રો અનુસાર પાકે બોર્ડર પર આર્મીના વધુ જવાનો તૈનાત કર્યા છે.

સુત્રો તરફથી રિપોર્ટ છે કે, પાકિસ્તાન મોટા એક્શનની તૈયારી કરી રહ્યું છે. પાકિસ્તાને સિયાલકોટ બોર્ડર પર પોતાના જવાનો તૈનાત કરી દીધા છે. વળી, સાથે સાથે ગ્લૉબલ આતંકી અને જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરને પણ ચોરીછુપીથી મુક્ત કરી દીધો છે, જેથી તે ભારત વિરુદ્ધ કાવતરા રચી શકે.



સુત્રો પ્રમાણે, પાકિસ્તાને અઝહર મસૂદને ચોરીછુપીથી જેલમાંથી છોડી મુક્યો છે, અને ભારત વિરુદ્ધ આતંકી કાવતરા રચવાની ખુલ્લી છૂટ આપી દીધી છે. અઝહર મસૂદે પાકિસ્તાની જેલમાંથી મુક્તિ મળ્યા બાદ આતંકીઓ માટે ગાઇડલાઇન પણ જાહેર કરી દીધી છે.