પેશાવરમાં આવેલા SCCI તરફથી 4 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બરની વચ્ચે અજરબૈજનની રાજધાની બાકૂમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્વેસ્ટર્સને આકર્ષવા માટે આ કાર્યક્રમમાં બેલી ડાંસનું પણ આયોજન કરવામાં આવ્યું. ઇમરાન ખાન અત્યારે પાકિસ્તાનનાં સહયોગી દેશોને સતત મદદની અપીલ કરી રહ્યા છે.
જાણકારી પ્રમાણે UAEએ પાકિસ્તાનને 3 મિલિયન ડૉલરની મદદ કરી છે. IMFની ટીમ પણ આ મહિને ત્રીજા અઠવાડિયાએ પાકિસ્તાનનો પ્રવાસ કરી શકે છે. જણાવી દઇએ કે IMF આવતા 3 વર્ષમાં પાકિસ્તાનને 6 બિલિયન ડૉલરની મદદ કરશે. આ પહેલા IMF 2013માં પણ પાકિસ્તાનની મદદ કરી ચુક્યુ છે.