એપીજીની અંતિમ રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન પોતાના કાયદાકીય અને નાણાંકીય પ્રણાલીઓ માટે 40 માપદંડોમાંથી 32ને પુરુ કરવામાં નિષ્ફળ રહ્યું છે. આ ઉપરાંત ટેરર ફન્ડિંગ વિરુદ્ધ સુરક્ષા ઉપાયો માટે 11 માપદંડોમાંથી 10ને પુરા કરવામાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યું છે. હવે પાકિસ્તાન ઓક્ટોબરમાં બ્લેકલિસ્ટ થઇ શકે છે, કેમકે એફએટીએફની 27- પૉઇન્ટ એક્શન પ્લાનની 15 મહિનાની સમયાવધિ આ વર્ષે ઓક્ટોબરમાં પુરી થઇ રહી છે.
ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની ઓસ્ટ્રેલિયાના શહેર કેનબરામાં બેઠક થઇ રહી છે. અહીં પાકિસ્તાન સાથે જોડાયેલી મ્યૂચ્યૂઅલ ઇવેલ્યૂશન રિપોર્ટ (MER) રજૂ થયા બાદ સ્વીકાર કરવામાં આવનાર છે. આ પહેલા પાકિસ્તાને બુધવારે ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સને અનુપાલન રિપોર્ટ સોંપી છે. આમાં 27 સુત્રી કાર્યયોજના (એક્શન પ્લાન)નો ઉલ્લેખ છે.