Imran Khan Rally Firing: પાકિસ્તાનના ગુજરાંવાલામાં અલ્લા હુ ચોકમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર હુમલો કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈમરાન ખાનને પગમાં ગોળી વાગી છે. ઈમરાન ખાન સિવાય 9 વધુ લોકો ઘાયલ હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ સાથે ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિના મોતની પણ પુષ્ટિ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. હાલ ઇમરાન ખાનને લાહોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે અને ડોક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે.


ઈમરાન ખાનની પ્રથમ પ્રતિક્રિયાઃ


ફાયરિંગની ઘટના પર ઈમરાન ખાનની પહેલી પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું છે કે, "અલ્લાહે મને નવું જીવન આપ્યું છે. અલ્લાહે મને આ બીજું જીવન આપ્યું છે. ઇન્શાઅલ્લાહ હું ફરી પાછો આવીશ, લડતો રહીશ."


ગુજરાનવાલામાં ઈમરાન ખાન લોંગ માર્ચ દરમિયાન ગોળીબાર થયો હતો. એવું માનવામાં આવે છે કે પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, 4 લોકો ઘાયલ થયા છે અને તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગોળીબારની ઘટના ઈમરાન ખાનના કન્ટેનર પાસે બની છે. ફાયરિંગની ઘટના ગુજરાનવાલાના અલ્લાહ વાલા ચોકમાં બની છે. ફાયરીંગની ઘટનામાં ઈમરાન ખાન ઈજાગ્રસ્ત થયા છે. હાલ ઈમરાન ખાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈમરાન ખાન કન્ટેનરની નજીક પહોંચ્યા પછી અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. જ્યારે ગોળીબાર શરૂ થયો ત્યારે ઈમરાન ખાનના રક્ષકોએ ઝડપથી કન્ટેનરને સુરક્ષિત કરી લીધું અને હુમલાખોરને પણ પકડી પાડ્યો. કન્ટેનરની ટોચ પર હાજર પીટીઆઈના કેટલાક સભ્યો ગોળીબારનો ભોગ બન્યા હતા. લગભગ 5 લોકો ઘાયલ, એક ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ ઈમરાન ખાનને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.


કહેવામાં આવી રહ્યું છે કે આ ફાયરિંગમાં ઈમરાન ખાનને પગમાં ગોળી વાગી છે. આ ફાયરિંગમાં તેમના સિવાય પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના અન્ય ઘણા નેતાઓ પણ ઘાયલ થયા છે. ફવાદ ચૌધરીના જણાવ્યા અનુસાર ઈમરાન ખાન પર એકે 47થી ફાયરિંગ કરવામાં આવ્યું છે. તેમને પગમાં ગોળી વાગી છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં એક હુમલાખોર હાથમાં એકે 47 રાઈફલ સાથે જોવા મળી રહ્યો છે. ફાયરિંગ બાદ પોલીસે તાત્કાલિક સ્થળ પરથી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીએ આ ઘટના વિશે કહ્યું કે, ઈમરાન ખાન અમારી લાલ રેખા છે. આજે તે લાલ રેખા પાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે હજુ સુધી ઈમરાન ખાનને ઓળખતા નથી. તેઓ તેમના છેલ્લા શ્વાસ સુધી લડશે અને તેમનો સમુદાય પણ તેમના અંતિમ શ્વાસ સુધી લડશે. આ કૂચ કોઈપણ સંજોગોમાં ચાલુ રહેશે. વાસ્તવિક આઝાદીની લડાઈ ચાલુ રહેશે.