નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ આજે દાવો કર્યો છે કે પાકિસ્તાને ભારતીય કેદી કુલભૂષણ યાદવને ત્રીજો કાઉન્સેલર એક્સેસ આપી દીધો છે. આ પહેલા તને એક ટીવી ચેનેલ પર પણ કહ્યુ હતુ કે ભારત ઇચ્છે તો કુલભૂષણ યાદવને મળી લે. આ પહેલા ગુરુવારે પાકિસ્તાને બીજો કાઉન્સેલર એક્સેસ આપ્યો હતો.


ઉલ્લેખનયી છે કે, ભારતે પાકિસ્તાનને કુલભૂષણ યાદવને કોઇપણ રોકટોક વિના મળવાની વાત કહી હતી. ભારતની આ માંગને હવે પાકિસ્તાને માની લીધી છે. હવે કુલભૂષણ યાદવ સાથે મુલાકાત દરમિયાન કોઇ પણ પાકિસ્તાની સુરક્ષાકર્મી હાજર નહીં રહે., પાકિસ્તાની મીડિયાએ આ જાણકારી આપી છે. પાકિસ્તાની સૈન્ય કોર્ટે 2017માં કુલભૂષણ યાદવને મોતની સજા સંભળાવી હતી.

પાકિસ્તાની સૈન્યો કોર્ટે એપ્રિલ 2017માં ભારતીય નૌસેના સેવાનિવૃત્ત કુલભૂષણ યાદવને જાસૂસી અને આતંકવાદીના આરોપમાં મોતની સજા સંભળાવવામાં આવી હતી. ત્યારબાદ કુલભૂષણ યાદવની મોતની સજા વિરુદ્ધ આઇસીજેમાં અપીલ કરી હતી. આઇસીજીએ ત્યારે પાકિસ્તાનને સજા પર અમલ કરવાથી રોક લગાવી દીધી હતી.

હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટે ગયા વર્ષે જુલાઇમાં કહ્યું હતુ કે પાકિસ્તાને કુલભૂષણ યાદવને દોષી ઠેરવવા અને સાજ પર પ્રભાવી સમીક્ષા અને પુનઃવિચાર કરવો જોઇએ, અને કોઇપણ જાતનુ મોડુ કર્યા વિના તેને ભારતીય દુતાવાસની પહોંચ ઉપલબ્ધ કરાવવી જોઇએ. જુલાઇ 2019માં આઇસીજીએ પાકિસ્તાનને આદેસ આપ્યો હતો કે તે કુલભૂષણ યાદવને ફાંસી ના આપે.