પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ખુરશી બચાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર બહુમત મેળવવા ઇમરાન ખાનની પાર્ટી અને તેના સાથી પક્ષોએ મતદાનના કેટલાક કલાક અગાઉ પંજાબ પ્રાન્તમાં બહુમત સાબિત કરવાનો છે. આ વચ્ચે સરકારે પંજાબના રાજ્યપાલ ચૌધરી મુહમ્મદ સરવરને  તેના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. પંજાબના નવા રાજ્યપાલની જાહેરાત બાદમાં કરવામાં આવશે. બંધારણ અનુસાર ડિપ્ટી સ્પીકર કાર્યવાહક રાજ્યપાલ હશે.






બહુમત માટે 186 મત જોઇએ


પંજાબ પ્રાન્તમાં કુલ 371 બેઠકો છે અને સરકારને બહુમત માટે 186 મત જોઇએ છે પરંતુ આ વચ્ચે ઇમરાનના બળવાખોર નેતાઓએ વિપક્ષને સમર્થન આપવાની જાહેરાત કરી છે. વિપક્ષને PML-N નેતા હમઝા શાહબાઝને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા છે જે જહાંગીર તારીન ગ્રુપને પોતાનું સમર્થન આપ્યું છે. જ્યારે ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-કાયદેના નેતા ચૌધરી પરવેઝ ઇલાહીને સમર્થન આપી રહી છે.


બળવાખોર નેતાઓએ વિપક્ષની મુશ્કેલી વધારી દીધી


ઈલાહી પંજાબ વિધાનસભાના અધ્યક્ષ છે. પીએમએલ-ક્યૂ કેન્દ્ર અને પંજાબમાં પીટીઆઈની મહત્વપૂર્ણ ભાગીદાર છે અને  નેશનલ એસેમ્બલીમાં તેના પાંચ સભ્યો છે. પરંતુ બળવાખોર નેતાઓએ વિપક્ષને ટેકો આપતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી ગઈ છે.


નેશનલ અસેમ્બલીમાં  પણ પરીક્ષા


જ્યારે ઇમરાન ખાનને આજે નેશનલ અસેમ્બલીમાં પણ પરીક્ષા આપવી પડશે. આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે. નેશનલ અસેમ્બલીમાં 342 બેઠકો છે. સરકાર બચાવવા માટે ઇમરાન ખાનને 172 મતની જરૂર છે. હાલમાં તે આંકડાથી ઘણા પાછળ જોવા મળી રહ્યા છે.