Former Pakistan PM Imran Khan : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હાલ ભારે રોષે ભરાયેલા છે. પાકિસ્તાની સેનાને ગાળો આપતાં તેમની જીભ એ હદે લપસી ગઈ કે હવે તેમણે પાકિસ્તાનની જ જનતાને પણ ગાળો આપી છે. ઈમરાન ખાને આ ગાળો કોઈ અનૌપચારિક વાતચીતમાં નથી આપી, પરંતુ દેશને સંબોધન દરમિયાન આપી હતી. એક પ્રશ્ન પૂછવાના અંદાજમાં તેમણે કહ્યું કે, પાકિસ્તાનના લોકો ચૂ... ક્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અને દાયકાઓથી રાજનીતિ કરી રહેલા રાજનેતાના મોઢામાંથી આવા ગંદા શબ્દોની ઘણી નિંદા થઈ રહી છે. પાકિસ્તાનના લોકો ઈમરાન ખાનને સવાલ પૂછી રહ્યા છે કે, તેમણે આવું કેમ કહ્યું? ઈમરાન ખાનના આ વર્તનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે.


જ્યારે તમે જન્મ્યા નહોતા... સેના પર ઈમરાનનું નિશાન


સેના પર નિશાન સાધતા ઈમરાન ખાને કહ્યું હતું કે, ISPR ડીજીએ મારી વિરુદ્ધ ઘણી વાતો કહી. હું તેમને જવાબ આપવા માંગુ છું. ISPRએ કહ્યું હતું કે, હું દંભી છું. એક તરફ હું કહું છું કે સેના મારી છે અને બીજી તરફ હું સેના વિશે કંઈ પણ સારૂ-ખરાબ બોલું છું. બીજું, તમે કહ્યું કે, દુશ્મનોએ ક્યારેય સેનાને એટલું નુકસાન કર્યું નથી જેટલું મેં કર્યું છે. અને ત્રીજું તમે કહ્યું હતું કે, હવે અમે કચડી નાખીશું. IASPR સાહેબ, મારી વાત ધ્યાનથી સાંભળો. જ્યારે તમારો જન્મ પણ નહોતો થયો ત્યારે હું દુનિયામાં મારા દેશનું પ્રતિનિધિત્વ કરતો હતો. દુનિયામાં મારા દેશનું માથું ઊંચું કર્યું, સન્માન અપાવ્યું. તપાસ કરાવી લો કે, ઈમરાન ખાને દુનિયામાં પાકિસ્તાનનું સન્માન વધાર્યું છે કે ઘટાડ્યું છે.


ઈમરાને કહ્યું- માત્ર હું જ સેનાના પક્ષમાં હતો


તેમણે કહ્યું હતું કે, જ્યારે આતંકવાદ વિરુદ્ધ યુદ્ધ થયું અને દુનિયાભરમાં પાકિસ્તાનની આબરૂ ધૂળધાણી થઈ. ત્યારે લશ્કર દંભી હતું, કારણ કે મુશર્રફનો માર્શલ લૉ હતો. પરંતુ આજે તે અમારી સાથે જૂઠું બોલે છે, કહે છે કંઈ ને કરે છે કંઈ. ડોલર અમારી પાસેથી લે છે અને ડબલ ગેમ રમે છે. પાકિસ્તાનને દોગલું અને ડબલ ગેમનું નામ આપવામાં આવતું. જરા ઈન્ટરનેશનલ મીડિયા જુઓ, જેમણે તેમની સેનાનું સૌથી વધુ રક્ષણ કર્યું. જે આંતરરાષ્ટ્રીય મીડિયા પર પોતાની સેના સાથે ઉભા હતા. જ્યારે ઓસામા બિન લાદેન, જ્યારે એબોટાબાદમાં તે ઘટના બની, ત્યારે પાકિસ્તાનીઓ દેશની બહાર શું પસાર થયા તેની કલ્પના પણ કરી શકાતી નથી. તેમણે કહ્યું હતું કે, તે અમારી પાસેથી પૈસા લે છે અને તેનાથી જ ઓસામાનો ઉછેર જે તેની એકેડમી પાસે જ હતો.


પ્રજાને પ્રશ્નો પૂછતા પુછતા અપે છે ગાળો


ઈમરાન ખાને કહ્યું હતું કે, "તે સમયે અમને જે અપમાન મળ્યું, પછી તમારા માટે કોણ બોલ્યું હતું?. અથવા સાપ સુંઘી ગયેલો. આર્મી ચીફના મોઢામાંથી ચું પન નીકળ્યું નહોતું. અહીં તો કોઈ બોલતુ જ નહોતું, ન તો વડાપ્રધાન ગિલાની હતા કે ન ઝરદારી, ચાર-પાંચ દિવસ સન્નાટો રહ્યો. તેઓએ અમને અમારા જ દેશમાં માર્યા અને ભાગી ગયા અને દુનિયા આખીમાં બેઈજ્જત થયા આપણે. ત્યારે જ મેં કહ્યું હતું કે, મેં દરેક જગ્યાએ સેનાનો બચાવ કર્યો. મારા સાડા ત્રણ વર્ષના કાર્યકાળમાં જુઓ કે સેનાની ઈમેજ ઉપર હતી કે નીચે. લોકોને સેના ગમતી હતી. જ્યારે એક આર્મી ચીફ મારી પીઠમાં છરો ભોંક્યો અને કુખ્યાત ગુનેગારોને તમારી ઉપર બેસાડી દીધા. તો શું મારા કારણે સેના ખરાબ કહેવાય કે એ વ્યક્તિના કારણે? શું લોકો ચૂ...છે? શું લોકોને અક્કલ નથી? શું લોકો મૂર્ખ છે કે, જેને તમે કહેશો તે માની લેશે.