આખરે ભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, જાધવને આવતીકાલે કાઉન્સિલર એક્સેસ આપશે
abpasmita.in | 01 Aug 2019 06:38 PM (IST)
જેલમાં બંધ જાધવને મળવા માટે આવતીકાલે બપોરે 3 વાગ્યે ભારતીય અધિકારીને બોલાવવામાં આવ્યા છે. ભારત આ પ્રસ્તાવ પર વિચાર કરશે
નવી દિલ્હીઃ કુલભૂષણ જાધવ મામલામાં પાકિસ્તાન આખરે ઝૂકી ગયું છે. પાકિસ્તાન કુલભૂષણ જાધવને કાઉન્સલર એક્સેસ એટલે કે ડિપ્લોમેટ મદદ આપવા તૈયાર થઇ ગયું છે. પાકિસ્તાન મીડિયામાં આવેલા રિપોર્ટ્સમાં કહ્યુ હતું કે, આવતીકાલે એટલે કે શુક્રવારે પાકિસ્તાન કુલભૂષણ જાધવને કાઉન્સલર એક્સેસ આપશે. જેલમાં બંધ જાધવને મળવા માટે આવતીકાલે બપોરે 3 વાગ્યે ભારતીય અધિકારીને બોલાવવામાં આવ્યા છે. ભારત આ પ્રસ્તાવ પર વિચાર કરશે. કુલભૂષણ જાધવ મામલામાં ભારતની આ મોટી જીત માનવામાં આવી રહી છે. એક રિપોર્ટ અનુસાર, આજે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે આ જાણકારી આપી હતી. ફૈસલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, અહીં ભારતીય હાઇકમિશનને જણાવ્યા બાદ પાકિસ્તાન ભારતના જવાબની રાહ જોઇ રહ્યું છે. ઇન્ટરનેશન કોર્ટ ઓફ જસ્ટિસના 17 જૂલાઇના આવેલા આદેશ અનુસાર કરવામાં આવી છે. આઇસીજેના 17 જૂલાઇના આદેશના બે સપ્તાહ બાદ પાકિસ્તાને આ કાર્યવાહી કરી છે. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે પાકિસ્તાનને જાધવની સજાની પ્રભાવી સમીક્ષા અને પુનવિચાર કરવાનું કહ્યુ હતું. કોર્ટે પાકિસ્તાનને નિર્દેશ આપ્યા હતા કે તે જાધવ સુધી ભારતને કાઉન્સિલર મદદ પહોંચાડવા દે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, પાકિસ્તાન તરફથી તે કુલભૂષણને કાઉન્સિલર એક્સેસ આપવાને લઇને પ્રસ્તાવ આવ્યો છે. તેને લઇને અમે આઇસીજેના નિર્ણય અનુસાર વિચાર કરી રહ્યા છીએ અને ત્યારબાદ અમે હાઇકમિશનના માધ્યમથી તેનો જવાબ આપશે અને સમયની અંદર થશે. 17 જૂલાઇ 2019ને આઇસીજેએ ત્રણ વર્ષથી પાકિસ્તાની જેલમાં બંધ કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લગાવતા કહ્યુ હતું કે, પાકિસ્તાન તેને કાઉન્સલર એક્સેસ આપે. ત્યારબાદ 19 જૂલાઇના રોજ પાકિસ્તાને કહ્યુહતું કે તે જાધવને કાઉન્સિલર મદદ આપવા તૈયાર છે.