નવી દિલ્હીઃ હૉટ મૉડલ એલિઝાબેથ હૉડ ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે મૉડલ પોતાના પાલતુ કુતરા સાથે લગ્ન કરવાને લઇને ચર્ચામાં આવી છે. રિપોર્ટ છે કે, 49 વર્ષીય આ હૉટ મૉડલને કોઇ જીવનસાથી ન હતો મળતો તો તેને પોતાના પાલતુ ડૉગી સાથે લગ્ન કરી લીધા હતા. ઇંગ્લેન્ડની ભૂતપૂર્વ પેજ 3 મોડલ એવી એલિઝાબેથે તેના પાલતુ લેબ્રાડોર ડોગ લોગન સાથે એક ચેનલના લાઈવ શોમાં જ લગ્ન કર્યાં હતાં. પોતાનો મનનો માણીગર શોધવા માટે અલગ અલગ ડેટિંગ એપના માધ્યમથી આ મોડલે 8 વર્ષમાં અંદાજે 221 લોકો સાથે ડેટ કર્યું હતું. અંતે મર્દોનું શું કામ છે; જેવું વાક્ય ઉચ્ચારીને તે તેના પેટ ડોગ સાથે જ પરણવાનું નક્કી પણ કરી લીધું.






એક ચેનલના મોર્નીગ શોમાં જ એલિઝાબેથે તેના લોગન નામના આ શ્વાન સાથે લગ્ન કરતાં જ ફરી તે ચર્ચાઓમાં આવી ગઈ છે. તમે માનો કે ના માનો પણ આ સત્ય છે. ચેનલની મદદથી સ્ટૂ઼ડિયોમાં જ આ લગ્નની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં એલિઝાબેથના અંગત મિત્રો પણ હાજર રહ્યા હતા. આ લગ્ન પણ પ્રોપર વિધી સાથે કરવામાં આવ્યા હતા તેમજ એ દરેક રીતરિવાજનું પણ પાલન કરવામાં આવ્યું હતું જે મહિલા-પુરૂષના લગ્નમાં કરવામાં આવે છે.

એલિઝાબેથે આ લગ્ન કરવા પાછળનું કારણ જણાવવતાં કહ્યું હતું કે મારા પેટ ડોગના નિધન બાદ હું નાસીપાસ થઈ ગઈ હતી ત્યાં જ આ લોગન નામનો શ્વાન ત્યજેલી હાલતમાં મને મળી આવ્યો હતો. અંગતોને ખોઈ દેવાનું દુ:ખ અને 221 ડેટ બાદ પણ સાચો પ્રેમ ના મળતાં હું વિચલિત થઈ ગઈ હતી. અમે બંનેએ એકબીજાને નવું જીવન શરૂ કરવા માટેનો સહારો આપ્યો હતો.