ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વકાર અહેમદ સેઠની અધ્યક્ષતામાં સ્પેશ્યલ કોર્ટે ત્રણ સભ્યોની ખંડપીઠે મંગળવારે આવી સજા સંભળાવી છે. હાલ પરવેઝ મુશર્રફ દુબઇમાં છે.


કયા મામલે થઇ ફાંસીની સજા.....
3 નવેમ્બર, 2007એ દેશમાં ઇમર્જન્સી લગાવવા ગુનામાં પરવેઝ મુશર્રફ પર ડિસેમ્બર 2013માં દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. પરવેઝ મુશર્રફને 31 માર્ચ, 2014એ દોષી ઠેરવવામાં આવ્યો હતો.


આ પહેલા પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે લાહોર ઉચ્ચ હાઇકોર્ટ (એલએચસી)માં એક અરજી દાખલ કરીને ઇસ્લામાબાદની એક સ્પેશ્યલ કોર્ટ સમક્ષ કેસની લંબિત કાર્યવાહી પર રોક લગાવવાનો આગ્રહ કર્યો હતો. તેની સામે દેશદ્રોહનો મામલો છે.



ડૉન ન્યૂઝ અનુસાર, વકીલો- ખ્વાઝા અહેમદ તારિક રહીમ અને અઝહર સિદ્દીકી તરફથી દાખલ કરવામાં આવેલી એલએચસીથી સ્પેશ્યલ કોર્ટમાં કાર્યવાહી વધવા પર ત્યારે રોક લગાવવા માટે કહેવામાં આવ્યુ હતુ, કે એલએચસી તરફથી પરવેઝ મુશર્રફની આગળની લંબિત અરજી પર ચૂકાદો ના આવી જાય.