પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદ ખાને PoKમાં ભારતની આતંકીઓ ઉપરની કાર્યવાહીને લઇને રિએક્શન આપ્યુ છે, તેમને કહ્યું કે, ભારત સાથે ન્યૂક્લિયર કમ એટૉમિક યુદ્ધ થશે, અમે જેવી જરૂરિયાત રહેશે તે રીતે ભારત સામે લડીશુ, અમે તે રીતના હથિયારો ભારત સામે વાપરીશુ.
મંત્રી શેખ રશીદે કહ્યું કે, હું 126 દિવસના ધરણાંમાં સામેલ હતો, તે સમયે દેશની સ્થિતિ અને સરહદી મામલા આવા ન હતા. હાલ પાકિસ્તાન પર ગંભીર ખતરો છે. ભારત સામે યુદ્ધ ભયાનક હશે. આ પારંપરિક યુદ્ધ નહીં હોય, એટૉમિક વૉર થશે. જે લોકો માનતા હોય કે 4-6 ગોળીઓ છૂટશે, હવાઇ હૂમલા થશે કે પછી નેવીની મિસાઇલો છૂટશે, બિલકુલ નહીં આ પરમાણુ યુદ્ધ હશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાએ તાજેતરમાં જ ફરી એકરવાર PoKમાં ચાલી રહેલા આતંકી કેમ્પોને તબાહ કરી દીધા છે, સેનાએ આર્ટિલરી ગનનો ઉપયોગ કરીને તોપમારો કર્યો હતો, જેમાં 20થી વધુ આતંકી માર્યા જવાના સમાચાર છે. પાકિસ્તાન તરફથી ફાયરિંગમાં ભારતીય સેનાના જવાનો શહીદ થયા હતા જેનો બદલો ઇન્ડિયન આર્મીએ લીધો હતો.