નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ પાકિસ્તાન બાદ કાયરતા પર ઉતરી આવ્યુ છે. પાકિસ્તાને વાઘા બોર્ડર પાસેથી ભારતની સમજોતા એક્સપ્રેસને રોકી દીધી છે. આ માહિતી પાકિસ્તાન મીડિયાના હવાલાથી આવી રહી છે. આ પહેલા પાકિસ્તાને ભારતના રાજનાયિક સંબંધોમાં પણ કમી કરી હતી.


રિપોર્ટ્સ અનુસાર, આજે પાકિસ્તાનમાંથી સમજોતા એક્સપ્રેસનો પરત આવવાનું હતુ, પણ પાકિસ્તાને તેને વાઘા બોર્ડર પર જ રોકી દીધી, આનાથી કેટલાય લોકો વાઘા બોર્ડર પર ફસાઇ ગયા છે, પાકિસ્તાને ભારતની સીમામાં પોતાના ગાર્ડ અને ડ્રાઇવરને મોકલવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. તેને ભારતને કહ્યું કે તેમનો ડ્રાઇવર અને ગાર્ડ મોકલે.




પાકિસ્તાનની આ હરકતથી ટ્રેનમાં યાત્રીમાં અસમંજસની સ્થિતિ બની ગઇ છે. ભારતે બાદમાં કહ્યું કે તે પોતાનો ડ્રાઇવર અને ગાર્ડ મોકલીને ટ્રેનને સીમામા લાવશે.



આ મામલે અટારી આંતરરાષ્ટ્રીય રેલવે સ્ટેશનના સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું કે, આજે પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસને ભારત આવવાનું હતુ, પણ આ દરમિયાન પાકિસ્તાને મેસેજ કર્યો કે ભારતીય રેલવે પોતાના ડ્રાઇવર અને ક્રૂ મેમ્બરને મોકલીને સમજોતા અક્સપ્રેસ લઇ જાય. તેમને જણાવ્યુ કે, પાકિસ્તાની રેલવેએ સુરક્ષાના કારણોથી આ નિર્ણય લીધો છે. હવે અમે ભારતીય રેલ ડ્રાઇવર અને ગાર્ડને સમજોતા એક્સપ્રેસ લેવા મોકલીશુ, જેની પાસે વિઝા હશે તેને મોકલાશે.