પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ભારતના હાઈકમિશ્નર અજય બિસારિયાને પણ ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. સાથે દિલ્હીથી પોતાના હાઈકમિશ્નરને પરત બોલાવી લેવાનો નિર્ણય પણ કર્યો છે. સાથે પાકિસ્તાને કહ્યું કે તે કાશ્મરી પર લેવાયેલા ભારતના આ નિર્ણયને સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવશે.
જમ્મુ-કાશ્મીરઃ ઘાટીમાં તણાવ વચ્ચે 100થી વધુ રાજનેતા અને કાર્યકર્તાઓની ધરપકડ
નોંધનીય છે કે મંગળવારે રાષ્ટ્રપતિ દ્ધારા આર્ટિકલ 370 કાયદો હટાવવાની મંજૂરી મળ્યા બાદ ભારત સરકારે જમ્મુ કાશ્મીરને (લદ્દાખ અને જમ્મુ કાશ્મીર) બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેચી દીધાં છે. આ સાથે જ જમ્મુ કાશ્મીરને મળનારો વિશેષ દરજ્જો પણ ખતમ થઈ ગયો છે. ભારતના આ નિર્ણયથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. પાકિસ્તાન કાશ્મીર મુદ્દે દર વખતે આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જવાનો પ્રયાસ કરતું રહ્યું છે. પરંતુ ભારતની કુટનિતિક શક્તિ સામે તેની દરેક ચાલ નિષ્ફળ સાબિત છે.