દુનિયાભરમાં કોરોના વાયરસના અઢી લાખ કરતા વધારે કેસ સામે આવ્યા છે. એફએફપીએ સૂત્રોના આધાર પર શુક્રવારે આ આંકડો આપ્યો હતો. દુનિયાના 163 દેશોથી આ રોગથી ઓછામાં ઓછા 256,296 કેસ સામે આવ્યા અને 11015 દર્દીના મોત થયા છે.
આ વાયરસ સૌથી પહેલા ચીનમાં ડિસેમ્બરમાં સામે આવ્યો હતો જ્યાં તેણે 80976 લોકોને સંક્રમિત કર્યા અને 3248 દર્દીઓના જીવ લીધા હતા. આ રોગથી સૌથી વધારે 4032 મોત ઈટલીમાં થયા છે અને તેના 47021 કેસ સામે આવ્યા છે.