ખરેખર, જ્યારે એક પત્રકારે કાશ્મીર મુદ્દાને લઇને એક્ટ્રેસ મેહવિશ હયાતને પ્રશ્ન પુછ્યો ત્યારે એક્ટ્રેસે ઘસીને તેના પર કૉમેન્ટ કરવાની ના પાડી દીધી હતી. આ જોઇને પાકિસ્તાનીઓ જ પાક એક્ટ્રેસ મેહવિશ હયાત પર ભડક્યા હતા, અને સોશ્યલ મીડિયામાં તેને ટ્રૉલ કરવા લાગ્યા હતા.
સોશિયલ મીડિયા પર મેહવિશ હયાતનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં પાકિસ્તાની પત્રકાર તેને વારંવાર કાશ્મીરનાં મુદ્દા પર પ્રશ્ન પુછે છે, પરંતુ તે આનો જવાબ આપવાથી બચે છે. તેણે ફક્ત એટલું જ કહ્યું કે, “મને આ મુદ્દે બોલવાની ના કહી દેવામાં આવી છે.” ત્યારબાદ આ વિડીયો વાયરલ થતા મેહવિશને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી. લોકો આ મુદ્દે તેના મૌનને ભારતનું સમર્થન ગણાવી રહ્યા છે.
જો કે ત્યારબાદ મેહવિશ હયાતે ટ્વિટ કરીને સ્પષ્ટતા આપતા કહ્યું કે, ‘તેને જ્યાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો તે ચેરિટી ઇવેન્ટ હતી અને તેને આ મદ્દે બોલવાની ના કહી દેવામાં આવી હતી.’ ઉલ્લેખનીય છે કે કાશ્મીરનાં મુદ્દા પર પાકિસ્તાન આંતરરાષ્ટ્રિય મંચ પર અલગ-થલગ પડી ચુક્યું છે. ઇમરાન ખાન દરેક જગ્યાએ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યાનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે, પરંતુ કોઈ તેમનો સાથ નથી આપી રહ્યું.