લંડનઃ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન ભારતના વિરોધમાં છેલ્લા સ્તરે ઉતરી ગયુ છે. આર્ટિકલ 370 હટાવવા અને જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાને લઇને બોખલાયેલુ પાકિસ્તાન હવે વિદેશમાં પણ ભારતને લઇને વિરોધ કરી રહ્યું છે.

વિદેશમાં પાકિસ્તાનીઓએ કાયર હરકત કરી છે. પાકિસ્તાની મૂળના લોકોએ લંડનમાં કાશ્મીર મુદ્દે ભારતનો વિરોધ કર્યો હતો, એટલુ જ નહીં બાદમાં હિંસા પર ઉતરી આવ્યા અને લંડનની ભારતીય ઉચ્યાયોગની ઓફિસની બિલ્ડીંગના કાચ તોડી નાંખ્યા હતા. આ વાતની માહિતી ભારતીય ઉચ્ચાયોગને ટ્વીટ કરીને આપી હતી.


ભારતીય ઉચ્ચાયોગે એક તસવીર ટ્વીટ કરી છે, જેમાં બિલ્ડીંગના કાચ તુટેલા દેખાઇ રહ્યાં છે. આ ઘટના 3જી સપ્ટેમ્બરે ઘટી છે. ઘટનાને લઇને બ્રિટિશ સરકારે ફરિયાદ પણ નોંધી છે.