લાહોરઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનો કોરોના વાયરસ ટેસ્ટ રિપોર્ટ આવી ગયો છે. મળતી માહિતી પ્રમામે પ્રથમ સેમ્પલ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલ ઈમરાન કાન સેલ્ફ આઈસોલેશનમાં મોકલી દેવાયા છે.


ઈમરાન ખાને તાજેતરમાં જ ઈદી ફાઉન્ડેશનના અધ્યક્ષ ફૈઝલ ઈદી પર સાથે ઈસ્લામાબાદમાં મુલાકાત કરી હતી. ઈદીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. ફૈઝલે 15 એપ્રિલે ઈસ્લામાબાદમાં કેટલીક હસ્તીઓ સાથે પ્રધાનમંત્રી ઈમરાન ખાન સાથે મુલાકાત કરીને કોરોના રિલીફ ફંડમાં 1 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો.

મીડિયા રિપોર્ટમાં જણાવામાં આવ્યા બાદ, ઘરે પરત ફર્યા બાદ ફૈઝલની તબિયત ઠીક નહોતી. ઈસ્લામાબાદમાં પીએમ સાથે મુલાકાત બાદ તેમનામાં થોડા લક્ષણો જણાયા હતા. ત્રણ-ચાર દિવસ બાદ કોરોના ટેસ્ટ કરાવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

પાકિસ્તાનમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 9749 મામલા સામે આવ્યા છે. જેમાંથી 209 લોકોના મોત થયા છે.