ટ્રંપની જીત પર બોલ્યા ઈંદિરા નૂયી- ‘મારી પુત્રીઓ દુ:ખી અને ડરેલી છે’
abpasmita.in | 16 Nov 2016 04:29 PM (IST)

વૉશિગ્ટન: પેપ્સીકોના સીઈઓ ઈંદિરા નૂયીએ ડોનાલ્ડ ટ્રંપની અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત પછી એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ઈંદિરાએ સ્પષ્ટ કહ્યું છે કે ટ્રંપની જીત પછી તેમની સાથે કામ કરનાર તેમની ફીમેલ વર્કર, ગ્રે વર્કર, કંપનીના એશિયન ઈમ્પ્લૉઈઝ અને અશ્વેત લોકો ઘણા ડરેલા છે અને હવે દેશમાં જ તેઓ અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે. ઈંદિરાએ કહ્યું કે જે દિવસથી ટ્રંપે જીત મેળવી છે ત્યારથી મારે ઘણા પ્રકારના સવાલોના જવાબ આપવા પડી રહ્યા છે. મારા નજીકના લોકો મને પૂછી રહ્યા છે કે શું તેઓ અમેરિકામાં સેફ છે? ઈંદિરા નૂયીએ ન્યૂયૉર્ક ટાઈમ્સની ડીલ બુક કૉન્ફરન્સમાં કહ્યું- ‘9 નવેમ્બર પછી ઘણા પ્રકારના સવાલોના જવાબ આપવા પડી રહ્યા છે. આ સવાલ મારી પુત્રીઓ અને મારા ઈમ્પ્લૉઈઝ તરફથી પૂછવામાં આવ્યા છે, તેઓ દુખી છે. અમારા ઈમ્પ્લૉઈઝ રોઈ રહ્યા છે.