નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઇને બનાવવામાં આવેલી રસીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે યુકેની સરકારે ફાઇઝર/બાયૉએનટેકની વેક્સિનને મોટા પાયે ઉપયોગમાં લાવવાની મંજૂરી આપી દીધી છે, બ્રિટિશ સરકારે ફાઇઝર વેક્સિનને આગામી સપ્તાહે યૂઝ કરવાની મંજૂરી આપી દીધી છે.


બ્રિટિશ સરકારના MHRAના સુત્રો અનુસાર, ફાઇઝરની વેક્સિન કૉવિડ 19 દર્દીઓ માટે વધુ અસરકારક સાબિત થઇ છે. ફાઇઝર અને બાયૉએનટેકની કોરોના વેક્સિનને સરકારે મંજૂરી આપી દીધી જે આગામી સપ્તાહે આવી જશે. અમેરિકા અને યુરોપના ફેંસલા પહેલા ફાઇઝર અને બાયૉએનટેકની કોરોના વેક્સિનને મંજૂરી આપનારો યુકે પહેલો પશ્ચિમી દેશ બની ગયો છે. આ વેક્સિન આગામી અઠવાડિયે અવેલેબલ થઇ જશે.

95 ટકા સુધી સુરક્ષિત

બ્રિટિશ નિયામક એમએચઆરએનું કહેવું છે કે, કોરોના વાયરસ વિરૂદ્ધ 95 ટકા સુધી સુરક્ષા આપતી રસી લોકોને આપવા માટે તૈયાર છે. ઉચ્ચ પ્રાથમિકતાવાળા ગ્રુપના લોકો માટે રસીકરણની પ્રક્રિયા થોડા જ દિવસમાં શરૂ થઈ જશે. જ્યારે બ્રિટેને પહેલા જ રસીના ચાર કરોડ ડોઝનો ઓર્ડર આપી રાખ્યો હતો. જે 2 કરોડ લોકોને રસીકરણ માટે પૂરતા છે. દરેક વ્યક્તિને રસીના બે ડોઝ આપવામાં આવશે. ઉપરાંત રસીના એક કરોડ ડોઝ ટૂંકમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

નિષ્ણાંતોનોએ એક પ્રોવિઝન યાદી તૈયાર કરી છે. જે સૌથી વધારે જોખમ ધરાવનારા લોકોને સમાવેશ કરે છે. તેમાં સ્વાસ્થ્ય અને સામાજિક દેખરેખ રાખતા લોકો સામેલ છે. જ્યારે રસીનો પ્રથમ સ્ટોક ક્રિસમ્સ પહેલા ઉપલબ્ધ થઈ જશે. સામાન્ય લોકોને રસીના બે ઇન્જેક્શન આપવામાં આવશે જેની વચ્ચે 21 દિવસનો ગાળો રાખવામાં આવશે.