નવી દિલ્હીઃ ભારત બ્રહ્મોસ મિસાઇલ ફિલિપિન્સને વેચશે. ફિલિપિન્સના સંરક્ષણ મંત્રાલયે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડની સાથે મિસાઇલોની એક અજ્ઞાત સંખ્યાની સપ્લાય માટે 374 મિલિયન ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. રસપ્રદ વાત એ છે કે ફિલિપિન્સ અમેરિકાનો સહયોગી દેશ છે પરંતુ ચીન વિરુદ્દ સૈન્ય તૈયારીઓ માટે તેણે ભારત અને રશિયા દ્ધારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી બ્રહ્મોસ મિસાઇલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.


બીએપીએલ, એક ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ છે અને તે સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસનું ઉત્પાદન કરે છે. જેને સબમરીન્સ, જહાજો, વિમાનો અથવા જમીન પ્લેટફોર્મથી લોન્ચ કરી શકાય છે. સૈન્ય અધિકારીઓએ કહ્યું કે ભારતે અગાઉથી જ લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે અનેક રણનીતિ સ્થળો પર મોટી સંખ્યામાં બ્રહ્મોસ મિસાઇલો તૈનાત કરી ચૂક્યું છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે બીએપીએલે ફિલિપિન્સના સંરક્ષણ વિભાગ સાથે 28 જાન્યુઆરી 2022ના રોજ એન્ટી શિપ મિસાઇલ સિસ્ટમ માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.


નિષ્ણાંતોના મતે આ ખરીદીથી ફિલિપિન્સ અને ભારતના રણનીતિ સંબંધો મજબૂત બનવાની આશા છે. હોંગકોંગથી પ્રકાશિત સાઉથ ચાઇના મોનિંગ પોસ્ટમાં નિષ્ણાંતોને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે દુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક મિસાઇલ ખરીદવાના ફિલિપિન્સના નિર્ણયથી તેમની સૈન્ય વધુ મજબૂત બનશે. આ એન્ટી શિપ ક્રુઝ મિસાઈલ 350 થી 400 કિમી દુર સુધી માર કરી શકે છે.તેની ઝડપ અવાજ કરતા લગભગ ત્રણ ગણી વધારે છે.જેના પગલે તેને ટાર્ગેટ કરવી પણ સહેલી નથી.



 



 

ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન


પરફેક્ટ ફિગર, લૂક્સ પણ શાનદાર છે.......Disha Pataniએ બિકીની લૂકમાં ફેન્સને કર્યા દિવાના, જુઓ એક ઝલક


અજમાવો આ ટ્રિક્સ, તમારી Instagram પૉસ્ટ ઘડીકમાં થઇ જશે ટ્રેન્ડ.........


Debit Card Number: શું તમે ATM કાર્ડમાં છપાયેલા 16 અંકો વિશે જાણો છો? જાણો આ સંખ્યાઓનો શું અર્થ થાય છે