નવી દિલ્હીઃ પીએમ મોદી બે દિવસ રશિયાની મુલાકાતે ગયા છે. અહીં વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે જહાજની સવારની મજા માણી. બન્ને પીએમ જહાજથી વ્લાદિવોસ્તોક સ્થિત શિપ બિલ્ડિંગ પ્લાન્ટ જોવા ગયા હતા. આનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. પીએમ મોદી પુતિન સાથે શિખર મંત્રણા કરશે અને ‘પૂર્વી આર્થિક મંચ’માં સામેલ થશે.

ખાસ વાત એ છે કે, પહેલીવાર એવુ બન્યુ છે જ્યારે કોઇ ભારતીય વડાપ્રધાન રશિયાના પૂર્વી સુદૂર વિસ્તારની યાત્રા કરી રહ્યાં છે. પીએમ મોદીના યાર્ડના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન પણ તેમની સાથે હતા. જ્વેજ્દા યાર્ડ જતાં પહેલા બન્ને નેતાઓ એકબીજાને ગળે મળ્યા હતા અને હાથ મિલાવ્યા હતા.



ઉલ્લેખનીય છે કે, ભારતીય વડાપ્રધાનની આ રશિયન યાત્રા બહુ નાની છે, પણ કહી શકાય કે ખુબ મહત્વની સાબિત થઇ શકે છે. કેમકે અહીં કેટલાય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.