નવી દિલ્હીઃ રશિયાના વ્લાદિવોસ્તોકમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું અમારું લક્ષ્ય છે. આ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું, ભારત અને રશિયા વચ્ચે આજે ઊર્જા અને સ્વાસ્થ્ય ક્ષેત્રો સહિત આશરે 50 સમજૂતી કરાર થયા છે.


મોદીએ કહ્યું, અહીંના લોકોએ તેમના અથાગ પરિશ્રમ, સાહસ અને ઈનોવેશનથી પ્રાકૃતિક પડકારો પર વિજય મેળવ્યો છે. એટલું જ નહીં વિજ્ઞાન, કળા, સાહિત્ય, સ્પોર્ટ્સ, ઈન્ડસ્ટ્રી એન્ડ એડવેંચર માનવ ગતિવિધિ એવો કોઈ વિસ્તાર નથી કે જ્યાં આ લોકોને સફળતા મળી ન હોય. પીએમ મોદીએ કહ્યું કે, પૂર્વ હિસ્સામાં વિકાસ માટે ભારતે 1 બિલિયન ડોલરની લાઈન ઓફ ક્રેડિટ આપી છે.


ઈઈએફના કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું કે, ભારત રશિયા સાથે કદમથી કદમ મીલાવીને ચાલવા માંગે છે. ભારતમાં અમે સબકા સાથ, સબકા વિકાસ અને અને સબકા વિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છીએ. 2024 સુધી ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા તરફ અમે આગળ વધી રહ્યા છીએ.


અહીં વડાપ્રધાને કહ્યું કે, ભારત અને રશિયા સાથે આવવાથી વિકાસની ગતિ 1+1=11 બનાવવાનો મોકો છે. તાજેતરમાં જ અમારા દેશના ઘણાં નેતાઓ અહીં આવ્યા હતા અને તેમણે ઘણાં વિષયો પર ચર્ચા કરી હતી. આ દરમિયાન મોદીએ રશિયાના પૂર્વ ભાગના તમામ 11 ગવર્નરોને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, આજે ભારત-રશિયાના સબંધ ઐતિહાસિક ઊંચાઈ પર છે. ભારત અને રશિયા સાથે મળીને અવકાશમાં કામ કરશે અને દરિયાની ઊંડાઈ માપશે. નજીકના ભવિષ્યમાં જ ચેન્નઈ અને વ્લાદિવોસ્તોક વચ્ચે જહાજ ચાલશે.


BCAનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડનાર વ્યક્તિને આ ગુજરાતી ક્રિકેટરે આપી મોતની ધમકી, જાણો વિગત

નવા મોટર વ્હીકલ એક્ટને લઈ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

બાંગ્લાદેશ સામે રાશિદ ખાને રચ્યો ઈતિહાસ, તોડ્યો 15 જૂનો વર્લ્ડ રેકોર્ડ, જાણો વિગત

સુપ્રીમ કોર્ટ ચિદમ્બરમને આપ્યો ઝટકો, આગોતરા જામીન અરજી ફગાવી; હવે ED કરી શકે છે પૂછપરછ