ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સિડનીમાં ભારતીય સમુદાયના લોકોને પણ મળશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું હતું કે, વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાની બીજી મુલાકાતે વાઇબ્રન્ટ શહેર સિડની પહોંચ્યા છે. આગામી બે દિવસમાં તેઓ ઓસ્ટ્રેલિયાના નેતાઓ, વેપારી સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરશે અને ભારતીય સમુદાયને પણ સંબોધશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક 24 મેના રોજ કરશે.
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું કે દ્વિપક્ષીય જોડાણના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, જેમાં સમાજમાં સંવાદિતા અને બંને સમાજોની સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સામેલ છે. તાજેતરના ભૂતકાળમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરો પર હુમલાના મુદ્દે બંને નેતાઓ વચ્ચેની વાતચીતના મુદ્દે તેમણે કહ્યું હતું કે, બંને નેતાઓ વચ્ચે શું ચર્ચા થશે તે અંગે અંદાજ લગાવવો મારા માટે યોગ્ય નથી.
ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દ્વિપક્ષીય બેઠકમાં બંને નેતાઓએ વેપાર અને રોકાણ પર ચર્ચા કરશે જેમાં બંને દેશો વચ્ચે વેપારને પ્રોત્સાહન આપવાના પ્રયાસો અને લોકોને મજબૂત કરવાના પ્રયાસો સામેલ છે. સંરક્ષણ અને સુરક્ષા સહયોગના મુદ્દા પર પણ ચર્ચા કરશે.
ભારતીય સમુદાયને સંબોધિત કરશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંગળવારે સિડનીના ઓલિમ્પિક પાર્કમાં કુડોસ બેંક એરિનામાં વડાપ્રધાન મોદી ભારતીય સમુદાયને સંબોધિત કરશે. ભારતીય સમય અનુસાર સવારે 10 વાગ્યે યોજાનાર આ સમારોહમાં ભાગ લેવા માટે 25 હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ભારતીય ઓસ્ટ્રેલિયન ડાયસ્પોરા ફાઉન્ડેશન પીએમ મોદી માટે સ્વાગત સમારોહનું આયોજન કરશે. કાર્યક્રમના આયોજકોમાં પીએમ મોદીના બાળપણના મિત્ર અબ્બાસ પણ સામેલ છે. પીએમ મોદી પણ તેમની સાથે મુલાકાત કરશે.
PM Modi : PM મોદી ઓસ્ટ્રેલિયા પહોંચતા જ ગુંજ્યા મોદી-મોદીના નારા, મહિલાએ લલકાર્યું ગીત-Video
Prime Minister Narendra Modi Reaches Australia : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાપુઆ ન્યુ ગિનીની તેમની મુલાકાત પૂર્ણ કર્યા પછી તેમના ત્રણ દેશોના પ્રવાસના ત્રીજા અને અંતિમ તબક્કામાં ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતાં. અહીં સિડની એરપોર્ટ પર પીએમ મોદીનું તેમના સમકક્ષ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર 'મોદી-મોદી'ના નારા લાગ્યા હતાં. આ દરમિયાન ખાસ વાત એ રહી હતી કે, પીએમ મોદીના સમ્માનમાં એક ભારતીય મહિલાએ ગીત લલકાર્યું હતું.
ભારતીય સમુદાયના લોકોએ વડાપ્રધાન મોદીનું સિડની આગમન પર ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ દરમિયાન લોકોએ 'ભારત માતા કી જય' અને મોદી મોદીના નારા લગાવ્યા હતા. આ દરમિયાન મહિલાઓએ તેમના સ્વાગત માટે એક ખાસ ગીત ગાયું, જેના શબ્દો હતા... 'સુનો સુનો ઓ દુનિયાવાલો ભારતને બુલાયા હૈ. મોદીજી કે નવભારત કો આગે ઓર બઢાના હૈ.'
પીએમ મોદીના આગમનના સમાચાર સાંભળીને ભારતીય મૂળના આ લોકો લાંબા સમય સુધી સિડનીની હોટલની બહાર એકઠા થયા હતા. જેમાંથી એક NRIએ કહ્યું હતું કે, 'PM મોદીએ ભારતને એક નવી ઓળખ આપી છે. અમે ઉત્સાહિત છીએ અને તેમને મળવા માટે આતુર છીએ. આ અમારા માટે જીવનભરની અમુલ્ય તક છે