AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  

ફ્રાન્સની રાજધાની પેરિસમાં યોજાનારી AI Action Summit 2025 માં પ્રધાનમંત્રી મોદીએ AIના આપણા જીવનમાં લાવનારા સકારાત્મક ફેરફારો વિશે વાત કરી હતી.

Continues below advertisement

pm modi in ai action summit 2025 : ફ્રાન્સની રાજધાની પેરિસમાં યોજાનારી AI Action Summit 2025 માં પ્રધાનમંત્રી મોદીએ AIના આપણા જીવનમાં લાવનારા સકારાત્મક ફેરફારો વિશે વાત કરી હતી. ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી મોદીએ આજે એટલે કે 11 ફેબ્રુઆરીએ પેરિસમાં આયોજિત AI એક્શન સમિટમાં ભાગ લીધો હતો. આ સમિટમાં પીએમ મોદીની સાથે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રો પણ હાજર હતા. આ AI સમિટમાં PM મોદીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી આપણા જીવન પર થતી અસરો વિશે વાત કરી છે.

Continues below advertisement

પીએમ મોદીએ AIનું મહત્વ સમજાવ્યું

AI Action Summit માં ભારત સહિત વિશ્વના 100 દેશો ભાગ લઈ રહ્યા છે. આ સમિટની અધ્યક્ષતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ એઆઈ સમિટમાં કહ્યું,   "હું એક સરળ ઉદાહરણથી શરૂઆત કરું. જો તમે AI એપ્લિકેશન પર તમારો મેડિકલ રિપોર્ટ અપલોડ કરો છો, તો તે કોઈપણ ભૂલ વગર તમને તમારા રોગ વિશે બધું સમજાવી શકે છે. પરંતુ જો તમે તે જ એપ્લિકેશનને ડાબા હાથથી લખતા કોઈની છબી બનાવવા માટે કહો છો, તો એપ્લિકેશન કદાચ જમણા હાથથી લખતી વ્યક્તિની છબી બનાવશે,"

આ પછી પીએમ મોદીએ આગળ જણાવ્યું કે કેવી રીતે AI આપણું જીવન બદલી રહ્યું છે. તેમણે આગળ કહ્યું, "આવુ એટલા માટે થાય છે કારણ કે પ્રશિક્ષણ ડેટા તેને પ્રભાવિત કરી રહ્યો છે. આ દર્શાવે છે કે AIના સકારાત્મક પાસાઓની સાથે, તેના અન્ય ઘણા પાસાઓ છે જેના પર આપણે ધ્યાન આપવું પડશે." આ પછી પીએમ મોદીએ આ કાર્યક્રમની સહ અધ્યક્ષતા માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રોનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ વધુમાં કહ્યું કે AI આપણી રાજનીતિ, અર્થતંત્ર, સુરક્ષા અને આપણા સમાજને બદલી રહ્યું છે. AI આ સદીમાં માનવતા માટે કોડ લખી રહ્યું છે પરંતુ તે માનવ સમાજના ઈતિહાસમાં અન્ય કોઈપણ ટેકનોલોજીથી વિપરીત છે. AI એ આ ફેરફારોને અસાધારણ ઝડપે પ્રતિબિંબિત કરવાનું શરૂ કર્યું છે. લોકો તેને અપેક્ષા કરતા વધુ ઝડપથી અપનાવી રહ્યા છે.                   

Continues below advertisement
Sponsored Links by Taboola