PM Modi Japan Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-7ની વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે જાપાનના હિરોશિમા પહોંચ્યા છે. પીએમ મોદી જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાના આમંત્રણ પર જાપાનની મુલાકાતે પહોંચ્યા છે. G-7 ગ્રુપના વર્તમાન અધ્યક્ષ તરીકે જાપાન તેની સમિટનું આયોજન કરી રહ્યું છે અને ભારતને અતિથિ દેશ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે.
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું કે, G-7 જૂથની બેઠકમાં કનેક્ટિવિટી, સુરક્ષા, પરમાણુ નિઃશસ્ત્રીકરણ, આર્થિક સુરક્ષા, પ્રાદેશિક મુદ્દાઓ, જળવાયુ પરિવર્તન, ખાદ્ય અને આરોગ્ય અને આ સિવાય પ્રાથમિકતાઓ સાથે સંબંધિત અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવશે. વિકાસ ઉપરાંત ડિજિટાઇઝેશન, વિજ્ઞાન અને ટેક્નોલોજી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું હતું કે, ભારત ત્રણ ઔપચારિક સત્રોમાં ભાગ લેશે, જેમાં પ્રથમ બે સત્ર 20 મેના રોજ અને ત્રીજું સત્ર 21 મેના રોજ યોજાશે. પ્રથમ બે સત્રોની થીમ ખોરાક, આરોગ્ય, લિંગ સમાનતા, આબોહવા પરિવર્તન અને પર્યાવરણ હશે. સાથે જ ત્રીજા સત્રમાં શાંતિપૂર્ણ, ટકાઉ અને પ્રગતિશીલ વિશ્વ જેવા વિષયો સામેલ કરવામાં આવ્યા છે. ક્વાત્રાએ વધુમાં જણાવ્યું કે આ અઠવાડિયે જાપાનના હિરોશિમામાં ક્વાડ ગ્રૂપના નેતાઓની બેઠક થવાની પણ શક્યતા છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ ભાગ લેશે.
આ મુદ્દાઓ પર પીએમ ફ્યુમિયો કિશિદા સાથે થઈ શકે છે ચર્ચા
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું હતું કે, PM મોદી G-7 સમિટની બાજુમાં જાપાનના PM ફુમિયો કિશિદ અને કેટલાક અન્ય દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. તેમણે કહ્યું હતું કે, જાપાનના વડાપ્રધાન કિશિદા સાથે પીએમ મોદીની દ્વિપક્ષીય વાતચીતમાં આર્થિક બાબતો સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા થશે. હિરોશિમામાં પીએમ મોદી મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ પણ કરશે.
PM Modi US Visit: આગામી મહિને અમેરિકામાં હશે પીએમ મોદી અને રાહુલ ગાંધી, જાણો 2024 સાથે કેમ જોડાઈ રહ્યું છે આ પ્રવાસનું કનેક્શન
ભારતમાં 2024ની ચૂંટણી પહેલા, વિદેશી ધરતી પર ભારતીયોને રીઝવવાની રેસ તેજ થવા લાગી છે. વડાપ્રધાન મોદી આવતા મહિને રાષ્ટ્રપતિ જો બાઇડેનના સ્ટેટ ગેસ્ટ તરીકે અમેરિકા જવાના છે. તે જ સમયે, રાહુલ ગાંધી પણ કર્ણાટકની જીતનો બૂસ્ટર લઈને જૂનના પહેલા સપ્તાહમાં અમેરિકા જશે. અમેરિકાની ધરતી પર, બંને નેતાઓ ભારતીય સમુદાય સાથે વાતચીત કરવાનો અને તેમના રાજકીય અભિયાનને આગળ વધારવાનો પ્રયાસ કરતા જોવા મળશે.
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 4 જૂને અમેરિકાના ન્યૂયોર્કમાં હશે, જ્યાં NRI સાથે તેમના સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસનું યુએસ યુનિટ, જે વિદેશમાં કોંગ્રેસના સંપર્ક અભિયાનની દેખરેખ રાખે છે, તે 4 જૂન, 2023 ના રોજ સમાન સમુદાય કાર્યક્રમની તૈયારી કરી રહ્યું છે.