Joe Biden to PM Modi : જાપાનમાં ક્વાડ મીટિંગ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બેનિસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના અનોખા પડકાર અંગે ફરિયાદ કરી હતી. રાષ્ટ્રપતિ બાઈડેન પીએમ મોદી પાસે આવ્યા અને કહ્યું હતું કે, તેઓ વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજરી આપવા માટે અગ્રણી નાગરિકોની વિનંતીઓના પૂરનો સામનો કરી રહ્યા છે. 


જો બાઈડેનની માફક ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનિસે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે, સિડનીમાં સામુદાયિક સ્વાગત માટેના સ્થળ પર 20 હજાર લોકોની ક્ષમતા છે, પરંતુ તે હજુ પણ લોકોની વિનંતીઓને પૂરી કરવામાં સક્ષમ નથી.


ઓસ્ટ્રેલિયન પીએમએ યાદ કર્યું હતું કે, કેવી રીતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 90,000થી વધુ લોકો તેમનું સ્વાગત કરવા માટે આવ્યા હતા. તેના પર જો બાઈડેને હસતા હસતા પીએમ મોદીને કહ્યું હતું કે, મારે તમારો ઓટોગ્રાફ લેવો જોઈએ.


સૂત્રોએ પ્રેસિડેન્ટ બાઈડેનને કહ્યું હતું કે, તમે મારા માટે એક ખરેખરી સમસ્યા ઊભી કરી રહ્યાં છો. આવતા મહિને અમે તમારા માટે વોશિંગ્ટનમાં રાત્રિભોજન રાખીશું. સમગ્ર દેશમાં દરેક વ્યક્તિ આવવા માંગે છે. મારી ટિકિટો ખલાસ થઈ ગઈ છે. તમને લાગે છે કે, હું મજાક કરી રહ્યો છું? મારી ટીમને પૂછો, મને ફોન આવે છે. એવા લોકોના કૉલ્સ જે મેં પહેલાં ક્યારેય સાંભળ્યા નથી. ફિલ્મ સ્ટાર્સથી લઈને સંબંધીઓ સુધી દરેકના. તમે ખૂબ જ લોકપ્રિય છો.




દુનિયાના સૌથી શક્તિશાળી દેશના સૌથી શક્તિશાળી નેતા જો બાઈડને પીએમ મોદીને લઈને કહ્યું હતું કે, વડાપ્રધાન, તમે દરેક વસ્તુ પર નોંધપાત્ર અસર કરી છે. આપણે ક્વાડમાં શું કરી રહ્યા છીએ. તમે આબોહવામાં મૂળભૂત પરિવર્તન પણ કર્યું છે. તમારી અસર ઈન્ડો-પેસિફિકમાં છે. તમે ખરેખર અંતર ઉભુ કરી રહ્યા છો. 


PM મોદી મંગળવારે સિડનીમાં એક સામુદાયિક કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના સીઈઓ, બિઝનેસ લીડર્સ સાથે બેઠક કરશે અને ભારતીય પ્રવાસીઓ સાથે વાતચીત કરશે. જ્યારે પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેન અને તેમની પત્નીના આમંત્રણ પર જૂનમાં રાજકીય યાત્રા પર મુલાકાતે અમેરિકા જશે. અમેરિકી નેતા વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીના રાજકીય ડિનરનું આયોજન કરશે.


Quad Summit 2024: ભારત 2024માં ક્વાડ સમિટનું આયોજન કરશે, PM મોદીએ કરી જાહેરાત


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (મે 20) જાપાનના હિરોશિમામાં ક્વાડ દેશોના રાજ્યોના વડાઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે 2024માં ભારતમાં ક્વાડ સમિટનું આયોજન કરીને અમને ખુશી થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝ અને જાપાનના પીએમ ફુમિયો કિશિદા સાથેની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે આ ક્વોડ સમિટમાં ભાગ લઈને મને ખુશી છે.