નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા કિર્ગિસ્તાનના બિશ્કેકમાં છે.  જ્યાં વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ  વ્લાદિમીર પુતિન સાથે દ્ધિપક્ષીય વાતચીત કરી હતી. જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશના અમેઠીમાં રાઇફલ નિર્માણ એકમને સમર્થન આપવા બદલ હું રશિયાનો આભારી છું.


વડાપ્રધાને કહ્યું  કે, ચૂંટણીમાં મારી જીતની ભવિષ્યવાણી સત્ય થઇ ગઇ છે. તમારા જેવા જૂના અને ઘનિષ્ઠ મિત્રોના વિશ્વાસથી મને ઉર્જા મળી છે. મને સૌથી શ્રેષ્ઠ સન્માનિત ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યૂ આપવા બદલ હું આભારી છું. વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યુ કે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન મોદીને વ્લાદિવોસ્તોકમાં યોજનારા ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં મુખ્ય અતિથિ આમંત્રિત કર્યા છે અને વડાપ્રધાને  આમંત્રણનો સ્વીકાર કર્યો છે.


વિજય ગોખલેએ કહ્યું કે, કોઇ પણ ઇન્ટરનેશનલ અથવા ક્ષેત્રીય મુદ્દા પર કોઇ ચર્ચ નથી થઇ કારણ કે અમારુ સંપૂર્ણ ધ્યાન આગામી વાર્ષિક શિખર સમિટમાં વડાપ્રધાનના પ્રવાસ પર હતું.