PM Modi Russia Visit: રશિયામાં ભારતીય સમુદાયને સંબોધતા PM મોદીએ કહ્યુ- 'ભારતના વિકાસની ઝડપ જોઇ દુનિયા આશ્ચર્યચકિત છે'

રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીનું તેમના સત્તાવાર નિવાસસ્થાન નોવો-ઓગરિયોવો ખાતે ખાનગી બેઠકમાં સ્વાગત કર્યું હતું

gujarati.abplive.com Last Updated: 09 Jul 2024 12:31 PM
મારા તો ડીએનએમાં જ છે ચેલેન્જને ચેલેન્જ કરવુઃ વડાપ્રધાન મોદી

પીએમ મોદીએ કહ્યું કે ભારતે છેલ્લા 10 વર્ષમાં જે વિકાસ કર્યો છે તે માત્ર ટ્રેલર છે. આવનારા વર્ષમાં ભારત વિશ્વ વિકાસનું અધ્યાય લખશે. તેમણે કહ્યું કે આજે ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસમાં 15 ટકા યોગદાન આપી રહ્યું છે. આવનારા સમયમાં વધવાની ખાતરી છે. વૈશ્વિક ગરીબીથી લઈને જળવાયુ પરિવર્તન સુધી, ભારત દરેક બાબતને પડકારવામાં આગળ રહેશે. મારા તો ડીએનએમાં જ છે ચેલેન્જને ચેલન્જ આપવી





PM Modi Russia Visit Live: 'રશિયા અમારો સૌથી વિશ્વાસુ મિત્ર છે',

પીએમ મોદીએ કહ્યું કે રશિયા આપણો સૌથી વિશ્વાસુ મિત્ર છે. ભારત અને રશિયા વચ્ચેના સંબંધો પરસ્પર આદર અને વિશ્વાસ પર આધારિત છે.





PM Modi Russia Visit Live: PM મોદીએ T20 વર્લ્ડ કપનો ઉલ્લેખ કર્યો

પીએમ મોદીએ કહ્યું કે તમે તાજેતરમાં જ T20 વર્લ્ડ કપમાં ભારતની જીતની ઉજવણી કરી હશે. વર્લ્ડ કપ જીતવાની વાસ્તવિક સ્ટોરી, વિજયની સફર છે. આજનો યુવા ભારત છેલ્લા બોલ અને છેલ્લી ક્ષણ સુધી હાર માનતો નથી.





PM Modi Russia Visit Live: 'ભારત આજે બદલાઈ રહ્યું છે'

પીએમ મોદીએ કહ્યું કે ભારત આજે બદલાઈ રહ્યું છે, કારણ કે તે તેના 140 કરોડ નાગરિકોની શક્તિ અને વિશ્વભરમાં વસેલા ભારતીય સમુદાયના લોકોની શક્તિમાં વિશ્વાસ રાખે છે.

PM Modi Russia Visit Live: PM મોદીએ જાહેરાત કરી, રશિયામાં બે નવા કોન્સ્યુલેટ ખુલશે

PM મોદીએ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે રશિયામાં બે નવા કોન્સ્યુલેટ ખુલશે.

PM Modi Russia Visit Live: 'રશિયા આપણા સુખ-દુઃખનું સાથી છે'

પીએમ મોદીએ કહ્યું કે રશિયા શબ્દ સાંભળતા જ દરેક ભારતીયના મનમાં જે પહેલો શબ્દ આવે છે તે આપણા સુખ-દુઃખનો સાથી છે.

PM Modi Russia Visit Live: 'છેલ્લા 10 વર્ષમાં ભારતનો વિકાસ માત્ર ટ્રેલર છે'

પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતનો વિકાસ માત્ર એક ટ્રેલર છે, આગામી 10 વર્ષમાં આપણે અનેક ગણી ઝડપી વિકાસ જોઈશું.

PM Modi Russia Visit Live: 'હું ભારતની માટીની સુગંધ લઈને આવ્યો છું': PM મોદી

પીએમ મોદીએ રશિયાના મોસ્કોમાં કહ્યું કે તેઓ ભારતની માટીની સુગંધ લઈને આવ્યા છે.

PM Modi Russia Visit Live: 'હું ત્રણ ગણી ઝડપે કામ કરીશ', પીએમ મોદીએ કહ્યું

પીએમ મોદીએ રશિયાના મોસ્કોમાં કહ્યું કે ત્રીજી વખત પીએમ તરીકે શપથ લેતી વખતે મેં વચન આપ્યું હતું કે હું ત્રણ ગણી તાકાત અને ત્રણ ગણી ઝડપ સાથે કામ કરીશ.





PM Modi Russia Visit Live: '140 કરોડ લોકોનો પ્રેમ લઇને આવ્યો છું

રશિયામાં ભારતીય લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે હું મારી સાથે 140 કરોડ લોકોનો પ્રેમ લઈને આવ્યો છું. 





બ્રેકગ્રાઉન્ડ

PM Modi Russia Visit: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિસ્તૃત વાતચીત કરશે. આ બેઠકમાં વેપાર, ઉર્જા, સંરક્ષણ, ઉત્પાદન અને ખાતર સહિતના અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ વિસ્તૃત કરવાના માર્ગો પર ચર્ચા થઈ શકે છે. વડાપ્રધાન મોદીના રશિયા પ્રવાસનું ધ્યાન આર્થિક મુદ્દાઓ પર રહેશે. આ સિવાય મોદી-પુતિન સમિટમાં યુક્રેન યુદ્ધ પણ મુખ્ય મુદ્દો બની શકે છે.


મળતી માહિતી મુજબ આ શિખર વાર્તામાં યુક્રેન યુદ્ધને લઇને વડાપ્રધાન મોદી રશિયન રાષ્ટ્રપતિને એ વાત પર પણ ભાર મૂકશે કે યુદ્ધના મેદાનમાં કોઈ ઉકેલ મળશે નહીં.


યુક્રેન યુદ્ધ પછી રશિયાની પ્રથમ મુલાકાત


ફેબ્રુઆરી 2022માં યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદ આ પ્રથમ મુલાકાત છે અને પીએમ તરીકે નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં પ્રથમ મુલાકાત છે. PM મોદી આજે રાષ્ટ્રપતિ પુતિન સાથે 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટની સહ અધ્યક્ષતા કરશે.


પુતિન અને મોદીની મુલાકાત


પીએમ મોદી સોમવારે અહીં પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીનું તેમના સત્તાવાર નિવાસસ્થાન નોવો-ઓગરિયોવો ખાતે ખાનગી બેઠકમાં સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે આ બે નજીકના મિત્રો અને વિશ્વાસુ ભાગીદારોની બેઠક હતી. તેમણે લખ્યું કે આ બંને નેતાઓ માટે ભારત-રશિયા મિત્રતાની ઉજવણી કરવાની તક છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.