PM Modi UAE Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEમાં પ્રથમ હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા માટે અબુ ધાબી પહોંચી ગયા છે. આ દરમિયાન પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પીએમ મોદીને ગળે લગાવ્યા હતા. મધ્ય પૂર્વમાં પરંપરાગત હિન્દુ સ્થાપત્ય શૈલીમાં પથ્થરથી બનેલું આ પ્રથમ મંદિર બનવા જઈ રહ્યું છે જેનું નિર્માણ BAPS સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. 14મી ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવશે. PM મોદી ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કરશે. 2015 પછી પીએમ મોદીની યુએઈની આ સાતમી મુલાકાત છે. છેલ્લા આઠ મહિનામાં તેમની યુએઈની આ ત્રીજી મુલાકાત હશે.






અબુ ધાબીમાં હિન્દુ પ્રવાસીઓને સંબોધતા પહેલા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી હતી. તેમણે કહ્યું, 'અમને અમારા વિદેશી ભારતીયો અને વિશ્વ સાથે ભારતના જોડાણને વધુ ગાઢ બનાવવાના તેમના પ્રયાસો પર ખૂબ ગર્વ છે. આજે સાંજે, હું અહલાન મોદી કાર્યક્રમમાં UAEમાં ભારતીયોને મળવા માટે ઉત્સુક છું.