PM Modi US Visit Live: વ્હાઈટ હાઉસમાં PM મોદી અને જો બાઈડન વચ્ચે વાતચીત શરૂ

પીએમ નરેન્દ્ર મોદીએ આતિથ્ય સત્કાર બદલ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેનનો આભાર માન્યો હતો.

gujarati.abplive.com Last Updated: 22 Jun 2023 08:19 PM
લોકોનું અભિવાદન ઝીલી પીએમ મોદી વ્હાઈટ હાઉસમાં

પોતાના ભાષણ બાદ પીએમ મોદીએ વ્હાઈટ હાઉસની ગેલેરીમાં ઉભા રહીને લોકોનું અભિવાદન કર્યું હતું. ત્યાર બાદ તેઓ જો બાઈડન અને જીલ બાઈડન સાથે વ્હાઈટ હાઉસમાં પ્રવેશ્યા હતાં. અહીં તેમની બાઈડન સાથે બેઠક યોજાશે.  

પીએમએ ભારતીય સમુદાયની કરી પ્રશંસા


પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારતીય સમુદાયના લોકો તેમની મહેનત અને સમર્પણથી અમેરિકામાં ભારતની પ્રતિષ્ઠા વધારી રહ્યા છે. તમે અમારા સંબંધની સાચી તાકાત છો. મને આ સન્માન આપવા બદલ હું રાષ્ટ્રપતિ બિડેન અને ડૉ. જીલ બિડેનનો આભાર માનું છું.

PM મોદીએ 30 વર્ષ પહેલાનો કિસ્સો સંભળાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વ્યક્તવ્યમાં કહ્યુંં હતું કે, હું 30 વર્ષ પહેલા એક સામાન્ય વ્યક્તિના રૂપમાં અમેરિકા આવ્યો હતો ત્યારે વ્હાઈટ હાઉસને બહારથી નિહાળ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, પીએમ બન્યા બાદ હું ઘણી વખત વ્હાઇટ હાઉસ ગયો છું. પણ આ પહેલીવાર છે જ્યારે વ્હાઇટ હાઉસના દરવાજા આટલી મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકન સમુદાય માટે ખોલવામાં આવ્યા છે.

પીએમ મોદીએ જો બિડેનનો આભાર માન્યો




પીએમ મોદીનું સંબોધન. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ જો બિડેન અને પ્રથમ મહિલાનું સ્વાગત કરવા બદલ આભાર. પીએમએ પ્રશંસા માટે રાષ્ટ્રપતિનો આભાર માન્યો. 

બાઈડેને પીએમ મોદીના કર્યા વખાણ


અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું હતું કે, આપણા બંધારણના પ્રથમ શબ્દો છે કે 'આપણે, દેશના નાગરિકો, આપણા લોકો અને સહિયારા મૂલ્યો વચ્ચે કાયમી સંબંધ ધરાવીએ છીએ અને વર્તમાન મુદ્દાઓને ઉકેલવા માટે વૈશ્વિક નેતાઓ તરીકે આપણી સહિયારી જવાબદારી છે'. તમારા સહયોગથી અમે મુક્ત, ખુલ્લા, સુરક્ષિત અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક માટે ક્વાડને મજબૂત બનાવ્યું છે. હવેથી દાયકાઓ પછી, લોકો પાછળ જોશે અને કહેશે કે ક્વાડે વૈશ્વિક સારા માટે ઇતિહાસનો માર્ગ બદલી નાખ્યો.

અમેરિકી પ્રમુખ જો બિડેને શું કહ્યું?


અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીનું સ્વાગત છે. સ્ટેટ વિઝિટ તમને અહીં હોસ્ટ કરનાર પ્રથમ વ્યક્તિ બનવાનું મને ગૌરવ છે. અમેરિકા અને ભારત વચ્ચેનો સંબંધ 21મી સદીના સૌથી નિર્ણાયક સંબંધોમાંનો એક છે. - બાઈડન

વ્હાઈટ હાઉસના પ્રાંગણમાં ઐતિહાસિક નજારો

પીએમ મોદીને જોવા અને તેમને આવકારવા મોટી સંખ્યામાંં ભારતીયો અહીં આવી પહોંચ્યા હતાં. સામાન્ય રીતે કોઈ નેતાને આવકારવા આટલી મોટી સંખ્યામાં લોકો પહોંચે તેવું ભાગ્યે જ જોવા મળે છે. માટે આજે ઐતિહાસિક દ્રશ્ય સર્જાયા છે. 

વ્હાઈટ હાઉસમાં ગુંજ્યુ રાષ્ટ્રગીત

પીએમ મોદી અને જો બાઈડનની હાજરીમાંં ભારતનું રાષ્ટ્રગીત ગુંજી ઉઠ્યું હતું.  

PM મોદી પહોંચ્યા વ્હાઈટ હાઉસ


વડાપ્રધાન મોદી વ્હાઈટ હાઉસ પહોંચ્યા. લાગ્યા મોદી મોદી ના નારા.... 

પીએમ મોદીને આપવામાં આવશે ગાર્ડ ઓફ ઓનર


વ્હાઇટ હાઉસ પહોંચતા પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. પીએમના આગમન પહેલા પેન મસાલા ગ્રુપે વ્હાઇટ હાઉસમાં બોલિવૂડ ગીતો ગાયા હતા.

પીએમ મોદીના સ્વાગતમાં વ્હાઈટ હાઉસમાં ગુંજ્યા હિન્દી ગીત


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે વ્હાઈટ હાઉસમાં જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. પીએમ મોદીના સ્વાગત માટે વ્હાઈટ હાઉસમાં હિન્દી ગીત વગાડવામાં આવી રહ્યાં છે.   

અમેરિકાના રાષ્ટ્રપતિએ ટ્વીટ કર્યું


 


અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પીએમ મોદીનું સ્વાગત કરતાં ટ્વિટ કર્યું કે વડા પ્રધાન મોદીનું વ્હાઇટ હાઉસમાં સ્વાગત છે.

અમને અમારા વડાપ્રધાન પર ગર્વ છે – પ્રવાસી ભારતીયે કહ્યું

વિદેશી ભારતીય સભ્યો વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીના આગમનની રાહ જોઈ રહ્યા છે. નેશનલ ઈન્ડિયા-યુએસ ચેમ્બર ઓફ કોમર્સના સીઈઓ અને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના ભૂતપૂર્વ સલાહકાર પૂર્ણિમા બોરિયાએ કહ્યું કે આ એક અવિશ્વસનીય ક્ષણ છે. અમને અમારા વડાપ્રધાન પર ગર્વ છે. વ્હાઇટ હાઉસના સાઉથ લૉન પર આટલા લોકોને અગાઉ ક્યારેય મંજૂરી આપવામાં આવી નથી.

નાસા-ઇસરો સાથે મળીને અંતરિક્ષ મિશન કરશે

ભારત આર્ટેમિસ સંધિમાં જોડાશે. વ્હાઇટ હાઉસે કહ્યું કે, ભારતે આર્ટેમિસ સંધિમાં જોડાવાનો નિર્ણય કર્યો છે અને યુએસ સ્પેસ એજન્સી નાસા અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) 2024 માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર સંયુક્ત મિશન મોકલવા માટે સંમત થયા છે.

પીએમ મોદીએ જો બિડેન અને તેમની પત્નીનો આભાર માન્યો હતો


પીએમ નરેન્દ્ર મોદીએ આતિથ્ય સત્કાર બદલ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેનનો આભાર માન્યો હતો.

બ્રેકગ્રાઉન્ડ

PM Modi US Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની સરકારી મુલાકાતે છે. પીએમ મોદી બુધવારે વ્હાઇટ હાઉસ પહોંચ્યા છે. જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલાએ તેમનું સ્વાગત કર્યું હતું. ભારત-અમેરિકા વચ્ચે અવકાશ, સેમિકન્ડક્ટર, સહિતના અનેક કરાર થયા છે. હવે જેની ભારે આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે પીએમ મોદી અને જો બિડેનની મુલાકાત થવા જઈ રહી છે. ભારત-અમેરિકાના વ્યૂહાત્મક સંબંધોને વધુ પ્રોત્સાહન આપવા પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે દ્વિપક્ષીય બેઠક કરવા વ્હાઇટ હાઉસ પહોંક્યા હતાં. આ પહેલા ભારતીય સમુદાયના સભ્યો અને અન્ય મહેમાનો પીએમ મોદીનું સ્વાગત કરવા વ્હાઇટ હાઉસના લૉનમાં એકઠા થયા હતા.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.