PM Modi in US Visit: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે (22 જૂન) વ્હાઇટ હાઉસમાં આયોજિત રાત્રિભોજનમાં હાજરી આપવા જઈ રહ્યા છે, જે યુએસ પ્રમુખ જો બિડેન અને પ્રથમ મહિલા જીલ બિડેન દ્વારા હોસ્ટ કરવામાં આવશે. સ્ટેટ ડિનર પહેલાં વ્હાઇટ હાઉસમાં મીડિયા પ્રિવ્યૂમાં પીરસવામાં આવતી વાનગીઓ પણ બતાવવામાં આવી છે. મેરીનેટેડ મિલેટ અને ગ્રિલ્ડ કોર્ન કર્નલ સલાડ મેનુમાં અન્ય વાનગીઓમાં સામેલ છે.
પીએમ મોદી માટે આયોજિત ડિનર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બિડેને ડિનરની વિશેષતા સાથે અલગ-અલગ વાનગીઓ વિશે જણાવ્યું. આ ડિનર માટે એક થીમ પણ રાખવામાં આવી છે, જેમાં મહેમાનો સાઉથ લોની બીજી બાજુના પેવેલિયનમાં જશે, જ્યાં દરેક ટેબલને ભારતીય ધ્વજના રંગની જેમ લીલા અને કેસરી ફૂલોથી સજાવવામાં આવશે.
મેનુમાં શું સમાવવામાં આવેલ છે?
ફર્સ્ટ લેડી જીલ બિડેને ગેસ્ટ શેફ નીના કર્ટિસનો પરિચય કરાવ્યો, જેમણે કહ્યું કે અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બિડેને પીએમ મોદીના સન્માનમાં આયોજિત સ્ટેટ ડિનરમાં મિલેટ સાથે સંબંધિત વાનગીઓનો સમાવેશ કર્યો છે.
અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બિડેને કહ્યું, પીએમ મોદી શાકાહારી છે, તેથી તેમના અનુસાર ફૂડ મેનુ રાખવામાં આવ્યું છે. મેનૂમાં લેમન ડિલ દહીંની ચટણી, ક્રિસ્પ્ડ મિલેટ કેક, સમર સ્ક્વોશ, મેરીનેટેડ બાજરી, ગ્રિલ્ડ કોર્ન કર્નલ સલાડ, કોમ્પ્રેસ્ડ તરબૂચ, ટેન્ગી એવોકાડો સોસ, સ્ટફ્ડ પોર્ટોબેલો મશરૂમ્સ, ક્રીમી કેસર ઇન્ફ્યુઝ્ડ રિસોટ્ટો અને ઇન્ફ્યુઝ્ડ શોર્ટકાબરનો સમાવેશ થાય છે.
પીએમ મોદીના ડિનર પહેલા ફર્સ્ટ લેડી જીલ બિડેને ઘણી વધુ વિગતો શેર કરી. પીએમ મોદીના ડિનર બાદ અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગ્રેમી એવોર્ડ વિજેતા જોશુઆ બેલનો કાર્યક્રમ હશે. આ પછી ભારતથી પ્રેરિત સંગીત પણ વગાડવામાં આવશે.